WhatsAppનું નવું ફીચર! સેન્ડ કરાયેલો ફોટો કે વીડિયો એક વાર જોયા પછી થઈ જશે ડીલીટ

WhatsApp View Once Feature: ફોનમાં ફોટા કે વીડિયો રહી જાય અને કોઈ જોઈ લે તેવો ડર ધરાવતા લોકો માટે આ ફીચર મહત્વનું સાબિત થશે.

સોશિયલ મીડિયા (Social Media)ના વધતા ઉપયોગ સાથે પ્રાઇવસી (Privacy)નો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે. સોશિયલ મીડિયા કંપનીઓ આ પ્રશ્નને ઉકેલવા પ્રયાસ કરે છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે વોટ્સએપ દ્વારા ખાસ ફીચર (WhatsApp New Feature) લવાયું છે. ફોનમાં ફોટા કે વીડિયો રહી જાય અને કોઈ જોઈ લે તેવો ડર ધરાવતા લોકો માટે આ ફીચર મહત્વનું સાબિત થશે.

વોટ્સએપના આ ફિચરનું નામ ‘View Once’ છે. આ મોડના માધ્યમથી સેન્ડ કરવામાં આવેલા ફોટા કે વીડિયો એક વખત જોવાયા પછી ગુમ થઈ જશે. આ ફિચરથી યુઝર્સને વધુ પ્રાઇવેસી મળશે. વોટ્સએપ દ્વારા ચાલું અઠવાડિયામાં તમામ યુઝર્સને આ મોડ આપવામાં આવશે. આ ફીચર બાબતે લોકોના શું મંતવ્ય છે તે જાણવાની વોટ્સએપની ઇચ્છા છે.

WhatsApp બ્લોગમાંથી મળેલી જાણકારી મુજબ તમે કોઈપણ પ્રાઈવેટ માહિતી અને મોમેન્ટસને શેર કરવા માટે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, કોઈ સ્ટોરમાં નવા કપડાં ટ્રાય કરતા હોવ કે વાઈફાઈ પાસવર્ડ શેર કરવાનો હોય ત્યારે આ ફિચરનું ઉપયોગ થઈ શકે છે.

WhatsApp પર તમારા દ્વારા મોકલવામાં આવેલા પર્સનલ મેસેજની જેમ જ ‘View Once’ દ્વારા મોકલાયેલો ફોટો કે વીડિયો સહિતનું મીડિયા એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રીપ્શનથી સુરક્ષિત હશે. આ સિસ્ટમથી વોટ્સએપ પણ આ મેસેજ જોઈ શકશે નહીં. આવા મેસેજ પર 1 લખેલું જોવા મળશે. વીડિયો કે ફોટો જોઈ લીધા બાદ આ મેસેજનું સ્ટેટ્સ ‘Opened’ થઈ જશે.

કઈ રીતે કામ કરે છે એ ફીચર?

વોટ્સએપ પર ગાયબ થતો મેસેજ મોકલો તો ‘View Once’ આઇકોન જોવા મળશે. આ મેસેજ મેળવનાર વ્યક્તિ પ્રિવ્યુ નહીં થાય. યુઝર દ્વારા જોઈ લીધા બાદ તેને બીજી વખત ઓપન કરી શકાશે નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટમાં આ પ્રકારનું ફીચર મળે છે.

ફેસબૂકે જણાવ્યું કે, ફોટો કે વીડિયો જોયા બાદ મેસેજ ‘Opened’ તરીકે જોવા મળશે. જેથી ચેટમાં શું થઈ રહ્યું છે તે જાણવું સરળ રહેશે. વોટ્સએપ પર કોઈને View Once ફોટો કે વીડિયો મોકલવા માટે યુઝરને એપના કેમેરાનો ઉપયોગ કરવો પડશે. તેનાથી ફોટો કે વીડિયો લીધો બાદ આઈકન પર ટેપ કરવાનું રહેશે. આ ફીચર સાથે ફોટો કે વીડિયો મોકલ્યા બાદ યુઝર તેને બીજી વખય ઓપન કરી શકશે નહીં.

Total
0
Shares
Previous Article

ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ, જર્મનીને 5-4થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

Next Article

ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી, બ્રિટન સામે 3-4થી હાર

Related Posts
Read More

JioBook Laptop: રિલાયન્સ JioPhone બાદ લોન્ચ કરશે સસ્તું લેપટોપ, કેવાં હશે ફીચર્સ

JioBook Laptop: હાલમાં જ જીયોએ ગૂગલ(Google) સાથે પાર્ટનરશિપમાં જીયોફોન નેક્સ્ટ(JioPhone Next) નામથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો.…
Read More

Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી…
Total
0
Share