ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી, બ્રિટન સામે 3-4થી હાર

Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમ ઈતિહાસ રચવાથી ચૂકી, બ્રિટન સામે જોરદાર ટક્કર આપી પણ મળી નિરાશા.

ટોક્ટો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team) બ્રિટન સામેનો બ્રોન્ઝ મેડલ માટેનો મુકાબલો (India Vs Great Britain) હારી જતાં ઈતિહાસ રચવાથી ચૂકી ગઈ છે. બ્રિટન સામે ભારતને 3-4થી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ભારતીય મહિલા હોકી ટીમનું શાનદાર પ્રદર્શન પ્રશંસકો વર્ષો સુધી યાદ રાખશે. ટીમનું આ ઓલમ્પિક (Olympics 2020)માં ઓવરઓલ સૌથી સારું પ્રદર્શન રહ્યું. આ પહેલા ભારતીય પુરૂષ હોકી ટીમે (Indian Men Hockey Team) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટીમ 41 વર્ષ બાદ મેડલ જીતવામાં સફળ રહી હતી. ભારતને ટોક્યોમાં અત્યાર સુધી 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સહિત 5 મેડલ મળ્યા છે.

ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાએ મેચ દરમિયાન કોર્નરનો બચાવ્યા ઉપરાંત બ્રિટનના અનેક હુમલાઓ રોક્યા. 35મી મિનિટમાં બ્રિટેનની કેપ્ટન હોલી વેબે ગોલ કરીને સ્કોર 3-3થી બરાબર કરી દીધો. ત્રીજા ક્વાર્ટર બાદ સ્કોર 3-3થી બરાબર રહ્યો. ચોથા ક્વાર્ટરમાં ઉદિતાને યલો કાર્ડ મળ્યું. આ કારણે તે 5 મિનિટ સુધી મેદાનની બહાર હતી. તેના કારણે ટીમને નુકસાન વેઠવું પડ્યું. બ્રિટનને સતત ત્રીજો કોર્નર મળ્યો અને 48મી મિનિટમાં ગ્રેસ બાલ્સસ્ડોને ગોલ કરીને ટીમને 4-3થી આગળ કરી દીધી. ત્યારબાદ એક પણ ગોલ ન થયો અને બ્રિટને બ્રોન્ઝ મેડલ જીતી લીધો.

બીજા ક્વાર્ટરમાં ભારતે શાનદાર વાપસી કરી અને આ ક્વાર્ટરમાં ટીમે ત્રણ ગોલ કરીને હાફ ટાઇમની રમત સુધી બ્રિટન પર 3-2થી સરસાઈ મેળવી લીધી હતી. બીજા ક્વાર્ટરમાં ગોલનો વરસાદ થયો. જ્યાં પહેલા ક્વાર્ટરમાં કોઈ ગોલ નહોતો થયો. તો બીજા ક્વાર્ટરમાં કુલ મળીને 5 ગોલ થયા.

ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પ્રથમ વખત રમી રહેલી ભારતીય મહિલા હોકી ટીમનું (Indian Womens Hockey Team)ગોલ્ડ જીતવાનું સપનું તૂટી ગયું હતું. સેમી ફાઇનલમાં ભારતનો આર્જેન્ટિના (India Vs Argentina) સામે 1-2થી પરાજય થયો હતો. પ્રથમ સેમી ફાઇનલમાં જર્મનીને ટીમે બ્રિટનને 5-1થી હરાવ્યું હતું જેથી ભારતનો બ્રોન્ઝ મેડલ જીતવા માટે બ્રિટન સામે મુકાબલો હતો. નોંધનીય છે કે, ભારતીય પુરૂષ ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભારતને 41 વર્ષ બાદ ઓલમ્પિકમાં મેડલ મળ્યો છે.

ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી ટીમ

મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12મા નંબર પર રહી હતી. આ ઉપરાંત 1980માં ટીમ ચોથા નંબર પર રહી હતી. જોકે, તે સમયે સેમીફાઇનલ મેચ નહોતી. આ રીતે ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ટોક્યો ઓલમ્પિકમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે.

Total
0
Shares
Previous Article

WhatsAppનું નવું ફીચર! સેન્ડ કરાયેલો ફોટો કે વીડિયો એક વાર જોયા પછી થઈ જશે ડીલીટ

Next Article

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતથી ભભૂકી આગ, જુઓ તસવીરો

Related Posts
Read More

Tokyo Olympics, Hockey: ભારતે ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિનાને હરાવ્યું, ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Hockey Team)એ ઓલમ્પિક (Tokyo Olympics)ની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે પોતાની…
Read More

બોક્સર લવલીના બોરગોહેનનું ગોલ્ડનું સપનું તૂટ્યું, બ્રોન્ઝ મેડલથી માનવો પડ્યો સંતોષ

Tokyo Olympics: Boxing: લવલીના બોરગોહન મહિલા બોક્સિંગ સેમીફાઇનલમાં તુર્કીની હાલની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાલ સુરમેનેલી સામે મેચ 0-5થી હારી…
Read More

Paralympics 2021: ગુજરાતી ખેલાડી ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિકસમાં ફાઈનલમાં કર્યો પ્રવેશ

Tokyo Paralympics 2021: અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. ભાવિના…
Total
0
Share