નવસારીમાં રેલવે ટ્રેક પર લોખંડની એંગલો મૂકી ટ્રેન ઉથલાવાનું કાવતરૂં, માલગાડીના ડ્રાઇવરે મોટો અકસ્માત અટકાવ્યો

ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી તરફ આવતા રેલવે ટ્રેક ઉપર કોઈ કે લોખંડની એંગલો મૂકી હતી જો માલગાડીના ડ્રાઇવરની નજર પડી અને મેમૂને આગળ આવતા અટકાવી દેવાઈ.

રેલવેની (Railway) મુસાફરની સૌથી સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે કારણ કે ટ્રેનને (Train) ક્યારેય માર્ગ જેવો અકસ્માત નડતો નથી. પરંતુ જ્યારે ટ્રેન અકસ્માત (Accident) થાય ત્યારે મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. આજે નવસારી રેલવે સ્ટેશનની (Navsari Railway Station) નજીક આવી જ એક મોટી ખુંવારી થતા બચી ગઈ છે. કોઈ આવારા તત્વોએ નવસારી નજીક ટ્રેનને ઉથલાવી નાખવાનું કાવતરું રચ્યું હતું પરંતુ માલગાડીના એક ડ્રાઇવરની (Driver of Goods Train) સમય સુચકતાના કારણે આ કાવતરૂં નિષ્ફળ ગયું છે. જો આ માલગાડીના ડ્રાઇવરની નજર રેલવે ટ્રેક પર મૂકેલી લોખંડની એંગલો પર ન પડે તો આજે મોટો અકસ્માત થઈ ગયો હોત.

બનાવની વિગતો એવી છે કે નવસારીમાં ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી આવતા તરફ રેલવે ટ્રેક પર ઉપર કોઈ એ લોખંડની એંગલો મૂકી દીધી હતી. આ એંગલો બંધ ટ્રેક પર નહોતી પરંતુ ઉપયોગમાં લેવાતા ટ્રેકમાં હતી. દરમિયાન રોજના રૂટ પર બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડીના ડ્રાઇવરની નજર આ એંગલો પર પડી હતી. આ દૃશ્યો જોતા જ તેનો જીવ અદ્ધર થઈ ગયો હતો.

માલગાડીના ડ્રાઇવરે તાત્કાલિક ત્યાં જઈને લોખંડની એંગલો અંગે વાયરલેસ દ્વારા ગાર્ડ મારફતે સ્ટેશન તરફ માહિતી મોકલાવી હતી. આ માહિતી પહોંચી ન હોત તો આજે કોઈ મોટી દુર્ઘટના થઈ શકી હતી. દરમિયાનમાં પ્રાપ્ત માહિતી અનુસાર આ સમયે જ મેમુ પસાર થવાનો સમય પણ હતો.

માલગાડીના ડ્રાઇવરે આ એંગલો હટાવી અને ત્યારે મેમુને અટકાવી દેવામાં આવી હતી. જો આ ડ્રાઇવરે સમય સૂચકતા ન વાપરી હોત તો કોઈ પણ સ્વરૂપે અકસ્માત થઈ શક્યો હોત. તેવામાં આ અકસ્માત નિવારવા માટે તેણે એંગલો હટાવી હતી. એંગલો હટાવી દેવાતા ટ્રેન રવાના કરવામાં આવી હતી.

આમ ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત થતાં રહી ગયો હતો. જ્યારે આ સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આ કાવતરું કોઈ આવારા તત્વોનું ટીખળ માટે કરવામાં આવેલું કારસ્તા છે કે પછી મોટા અકસ્માતને અંજામ આપવાનું આતંકવાદી કૃત્ય હતું એ તો સમય આવે જ જાણી શકાશે.

Total
0
Shares
Previous Article

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતથી ભભૂકી આગ, જુઓ તસવીરો

Next Article

રાજકોટ: અનોખી Eco friendly Rakhi આવી બજારમાં, કુંડામાં માટી સાથે વાવતા ઊગી નીકળશે તુલસીનો છોડ

Related Posts
Read More

મહારાષ્ટ્રમાં જળ પ્રલય, ભારે વરસાદના કારણે છેલ્લા 48 કલાકમાં 129ના મોત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદનો હાહાકર શરું થઈ ગયો છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ…
Read More

ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 20.5 ઇંચ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ (Red alert in Saurashtra) આપવામાં આવ્યું છે. રાજ્યના સૌરાષ્ટ્રમાં (rain in Saurashtra) સાંબેલાધાર વરસાદ…
Read More

13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)13 ઓક્ટોબરે…
Read More

અરવિંદ કેજરીવાલજીએ કરી શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આપી પાંચ મોટી ગેરંટી…

જેમ જેમ આવનારી વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેવી જ રીતે ધીમે ધીમે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો…
Total
0
Share