Corona Vaccination Certificate on What’s app:હવે તમને રસીકરણ પ્રમાણપત્ર માટે કોઈ સમસ્યા નહીં થાય. હવે તમે સેકન્ડમાં વોટ્સએપ પર રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.
કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રસી લીધા પછી, કોરોના રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, ઘણી જગ્યાએ રસીનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી બની ગયું છે. જો તમે ક્યાંક જઈ રહ્યા છો, તો તમારી પાસે રસી પ્રમાણપત્ર અથવા આરટી-પીસીઆર નેગેટિવનો રિપોર્ટ હોવો આવશ્યક છે.
હવે તમને રસીકરણ પ્રમાણપત્ર માટે કોઈ સમસ્યા નહીં હોય. હવે તમે સેકન્ડમાં વોટ્સએપ પર રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કોઈપણ જે પોતાનું રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગે છે તે નંબર પર વોટ્સએપ મેસેજ મોકલી શકે છે અને એક જ વખતમાં પ્રમાણપત્ર મેળવી શકે છે.
આવી રીતે મળશે એક જ સેકન્ડમાં વેક્સિનેશન સર્ટીફિકેટ
-
- કેન્દ્ર સરકારે રસીકરણ પ્રમાણપત્ર માટે MyGov કોરોના હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોક્સ શરૂ કર્યું છે.
- MyGov કોરોના હેલ્પડેસ્ક વોટ્સએપ નંબર 9013151515 ને તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં એડ કરો.
-
- હવે તમારા મોબાઇલમાં WhatsApp ખોલો અને સર્ચ બારમાં MyGov નંબર શોધો, હવે ચેટ વિન્ડો ખોલો અને ડાયલોગ બોક્સમાં ડાઉનલોડ સર્ટિફિકેટ લખો.
-
- WhatsApp થી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
-
- વોટ્સએપ ચેટબોક્સમાં મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો. તમે જે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગો છો તે લખો, ત્યારબાદ તમારું ચેટબોક્સમાં તમારું કોવિડ વેક્સિનેશન સર્ટિફિરકેટ દેખાશે.
મહત્વનું છે કે, કોરોના વેક્સિન લેવી જરૂરી બની ગઈ છે, કારણે દેશમાં કોઈ પણ સ્થળે જવા માટે કોરોના વેક્સિનેશન સર્ટીફિકેટ જરૂરી બની ગયું છે, દરેક વેપારી તથા સમાન્ય લોકોને વહેલી તકે વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે.