10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ… પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. 10મી ઓગસ્ટ એ મૃત્યુ પામેલા સિંહોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક દિવસ છે. સિંહને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. સિંહ ખુંખાર પ્રાણી હોવા છતાં પણ ડરના માર્યા જ માનવીઓ પર હુમલો કરે છે.
સિંહ ખુંખાર પ્રાણી
સિંહ ખુંખાર પ્રાણી હોવા છતાં સિંહોએ કરેલા હુમલામાં જેટલા માનવમૃત્યુ નીપજ્યા છે તેનાં કરતાં મનુષ્યએ વધારે સિંહોની હત્યા કરી હોવાનું વનવિભાગના તારણમાં બહાર આવ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે લોકોની માનસિકતા પ્રમાણે સિંહને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ ખુંખારની સાથે સાથે સિંહ એક ખાનદાન પ્રાણી પણ છે. કારણકે સિંહ ક્યારેય માનવ પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે સિંહને પોતાના જીવનું જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય તેના પર હુમલો કરશે તેવા સંગોજોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે.
પ્રાચીન સમયમાં સિંહોની મૂર્તિઓથી ભારતના મહેલો, મંદિરો અને મહત્વની ઈમારતો શણગારવામાં આવતી
ભારતમાં સિંહોનું મહત્વ કેટલું છે તે અંગે જાણવા મળેલી વિગતો મુજબ પ્રાચીન સમયમાં સિંહોની મૂર્તિઓથી ભારતના મહેલો, મંદિરો અને મહત્વની ઈમારતો શણગારવામાં આવતી હતી. અને બૌધ્ધ સંસ્કૃતિમાં તો સિંહને ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મના લોકોએ દેવી-દેવતાઓ સાથે સિંહને સાંકળ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો નરસિંહ અવતાર છે. સિંહ અંબા માતાનું વાહન છે. જેથી એશિયાટીક સિંહોને ભારતના તમામ હિંદુઓ દ્વારા માત્ર પ્રાણી જ નહીં પરંતુ પવિત્ર ગણવામાં આવે છે. ભારતના રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજાની પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.
સિંહ વિશે જાણવા જેવી વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ પંથેરા, લિયો, પર્સિકા છે. સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમિટરથી 120 સેન્ટીમિટર હોય છે. તેની ખોપડીની લંબાઈ 33-થી 340 મિલીમિટર હોય છે. માથુ અને શરીરનું માપ 1.97 મીટર જેટલું હોય છે. તો પૂંછડીનું માપ 31થી 35 ઈંચ જેટલું છે. એક પુખ્ત સિંહની કુલ લંબાઈ 2.82થ 2.87 મીટર હોય છે.. નર સિંહનું વજન 150થી 250 કિલો અને માદા સિંહનું વજન 120થી 180 કિલો હોય છે. તેનો મેટીંગ પીરિયડ ત્રણથી આઠ દિવસનો હોય છે. સિંહણનો ગર્ભદાન 100થી 110 દિવસનો હોય છે. અને તે 1થી લઈને 5 બચ્ચાને જન્મ આપતી હોય છે. બચ્ચા બે વર્ષના ન થાય ત્યાં સુધી સિંહણ ફરી વખત મેટિંગ માટે તૈયાર થતી નથી. પરંતુ સિંહ મેટિંગમાં લેવા માટે ઘણી વખત બચ્ચાંને મારી નાંખે છે. અથવા બચ્ચાં કુદરતી રીતે મોતને ભેટે છે તેવા કિસ્સાઓ બનતા હોય છે. 1થી 6 વર્ષના સિંહને પુખ્ત ગણવામાં આવે છે. અને તેનું આયુષ્ય 16થી 18 વર્ષ સુધીનું હોય છે.
2012થી 2016 વચ્ચે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સિંહણો દર વખતે મેટિંગ માટે અલગ અલગ સિંહો અને તેમાં પણ પ્રબળ સિંહ સાથે જ મેટિંગ કરે છે. અને તેના બચ્ચઓ બે વર્ષના થયા બાદ માતાના ગ્રુપથી અલગ પડી જાય છે. અને નવી વસાહતની શોધખોળમાં લાગી જાય છે.