દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું

જીજેઈપીસી (Gems and Jewellery Export Promotion Council) દ્વારા સુરતમાં (Surat) ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું (diamond exhibition-cum-auction centre) ઉદ્‌ઘાટન 16મીએ છે. જેનું એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા હશે. આ ઓક્શન હાઉસ વેસુના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચે અને 2200 સ્ક્વેરફૂટમાં તૈયાર કરાયું છે.

ઓક્શન સેન્ટરમાં કડક સુરક્ષા

ઓક્શન સેન્ટરમાં સલામત તિજોરી, લોકર સિસ્ટમ, કોન્ફરન્સ હોલ, એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ્સ સાથે પ્રદર્શન વિસ્તારની તમામ સુવિધાઓ હોવાથી, ડાયમંડ માઇનીંગ કંપનીઓ હીરાની હરાજીની માટે સુરત આવી શકે છે.

સેન્ટરમાં કુલ 15 કેબિનની સુવિધા

ભારતમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા ત્રણ એજન્સીઓ, એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી, સ્ટેટ ગવર્નમેન્ટની એજન્સી અથવા તો જીજેઈપીસી પોતે બનાવે તો તેની માન્યતા આપવામાં આવે છે. આ ઓક્શન હાઉસ જીજેઈપીસી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે.

‘પહેલા હોટલોમાં આયોજન થતા હતા’

રીજનલ ચેરમેન, જીજેઈપીસી, દિનેશ નાવડિયાનાં જણાવ્યા પ્રમાણે, સુરતમાં ઘણી કંપનીઓ ખરીદી, વેચાણ, હરાજી કરવા આવતી હતી પરંતુ કોઈ હોટલોમાં આયોજનો થતા હતા. જ્યાં લાઈટ, સિક્યોરટી સહિત લોકરની સુવિધા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આવા મૂલ્યવાન માલની સુરક્ષાની સમસ્યાઓ પણ તેમના માટે એક મોટી ચિંતા હતી. હરાજી કેન્દ્રમાં, તેમને સલામત થાપણ તિજોરી સુવિધાઓ અને લોકર સુવિધાઓ પણ મળશે.

એક દિવસનું ભાડું એક લાખ રુપિયા

આ અંગે જીજેઈપીસીના જણાવ્યા પ્રમાણે, અહીં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરી શકાશે. વિશ્વનો કોઈ પણ વેપારી આ ઓક્શન હાઉસનો ઉપયોગ કરી શકશે.

આ ઓક્શન હાઉસનું એક દિવસનું ભાડુ એક લાખ રૂપિયા છે. 18મી તારીખે અહીં પહેલો પોગ્રામ છે.
Total
0
Shares
Previous Article

Nokiaના નવા બજેટ સ્માર્ટફોનની કિંમત છે માત્ર 8099 રૂપિયા, મળશે HD+ ડિસ્પ્લે અને 4950mAh બેટરી

Next Article

જલ્દી આવશે નાકથી અપાતી કોરોના રસી, ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી બીજા ટ્રાયલની મંજૂરી

Related Posts
Read More

મહારાષ્ટ્રમાં જળ પ્રલય, ભારે વરસાદના કારણે છેલ્લા 48 કલાકમાં 129ના મોત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદનો હાહાકર શરું થઈ ગયો છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ…
Read More

Covid Nasal Vaccine: માર્કેટમાં તેની કિંમત કેટલી હશે, ઓનલાઈન સ્લોટ કેવી રીતે બુક કરાવો; જાણો દરેક સવાલના જવાબ

  દુનિયાની પહેલી નાકથી આપવામાં આવતી કોવિડ-19 વેક્સિન: નાકની રસી ‘INCOVAC’ પણ હવે દેશમાં ઉપલબ્ધ થવા જઈ રહી…
Read More

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ…. પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ… પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં…
Total
0
Share