જલ્દી આવશે નાકથી અપાતી કોરોના રસી, ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી બીજા ટ્રાયલની મંજૂરી

ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલ કોરોના સામેની નાકથી આપવામાં આવતી પ્રથમ વેક્સિનને બીજા તબક્કાનું પરિક્ષણ કરવાની મંજૂરી મળી ગઇ છે તેમ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલાજી એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રથમ તબક્કાનું પરિક્ષણ 18 થી 60 વર્ષની ઉંમરવાળા લોકો પર કરવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કાનું પરીક્ષણ 18થી 20 વર્ષની ઉંમરના લોકો પર કરવામાં આવ્યું હતું

ડીબીટીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે ભારત બાયોટેકની નાકથી આપવામાં આવતી વેક્સિનના બીજા તબક્કાના પરિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અગાઉ જારી કરવામાં આવેલ નિવેદન અનુસાર નાકથી અપાતી વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત આવા પ્રકારની વેક્સિનના પરિક્ષણને મંજૂરી આપવામાં આવી છે.

બીબીવી 154 દેશની નાકથી અપાતી પ્રથમ વેક્સિન

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રથમ તબક્કાનું પરિક્ષણ સફળ રહ્યું છે અને પરિક્ષણમાં ભાગ લેનારા કોઇનામાં પણ વેક્સિન લીધા પછી કોઇ આડઅસર જોવા મળી નથી. ત્રીજા આત્મનિર્ભર પેકેજ હેઠળ મિશન કોવિડ સુરક્ષા મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. અિધકારીઓના જણાવ્યા અનુસાર ભારત બાયોટેકની બીબીવી154 વેક્સીન દેશની પ્રથમ નાકથી આપવામાં આવતી વેક્સિન છે.

Total
0
Shares
Previous Article

દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું

Next Article

ગુજકેટ આન્સર કી જાહેરઃ ફીઝિક્સ અને કેમેસ્ટ્રીમા આટલા માર્કસનું ગ્રેસિંગ, જો કોઈ વાંધો હોય તો વિદ્યાર્થી આ રીતે કરી શકે છે રજૂઆત

Related Posts
Poloforest_Gujarat_aapnucharotar
Read More

ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ,જે છે ગુજરાતનું મીની કાશ્મીર-Polo Forest of Gujarat

ગુજરાતનું મીની કાશ્મીર વિજયનગર ફોરેસ્ટના નામથી પણ જાણીતું છે. પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 156 કિલોમીટર દૂર આવેલ 420…
Read More

India coronavirus cases today: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા, એક્ટિવ કેસ ચાર લાખની નીચે

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,667 કેસ નોંધાયા છે. કેન્દ્રીય…
Read More

માત્ર એક મિનિટ સુધી આ આંગળીને દબાવવાથી, શરીરના મોટા મોટા 50 થી પણ વધારે રોગો થઈ જાય છે દૂર.., જલદી જાણી લો આ ઘરેલુ ઉપાય.!

તમને જણાવી દઈએ કે ઘણી વખત શરીરની અંદર થતી બીમારીઓનો ઈલાજ આપણે બહાર શોધતા હોઈએ છીએ, ઘણી વખત…
Total
0
Share