ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૬ઠ્ઠી ઓગસ્ટે લેવાયેલી ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ઈજનેરી-ફાર્મસી પ્રવેશ પરીક્ષા એવી ગુજકેટની આન્સર કી આજે જાહેર કરવામા આવી છે.જે મુજબ બે પ્રશ્નમાં ભૂલ હોવાથી બે માર્કસનું ગ્રેસિંગ આપવામા આવશે.
ફીઝિક્સ અને કેમિસ્ટ્રીમા બે માર્કસનું ગ્રેસિંગ
ગુજકેટમાં ૪૦ માર્કસનું બાયોલોજી, ૪૦ માર્કસનું ગણિતનું અને ૮૦ માર્કસનું કોમન ફીઝિકસ-કેમિસ્ટ્રીનું પેપર હતુ.બોર્ડ દ્વારા આજે ત્રણેય પેપરોની આન્સર કી જાહેર કરવામા આવી છે.જેમાં જુદા જુદા પ્રશ્નપત્ર સેટ મુજબ આન્સર કી આપવામા આવી છે.ફીઝિક્સ-કેમિસ્ટ્રીમાં બે પ્રશ્નોમાં ભૂલો હોવાથી તેના વિકલ્પો સાચા ન આવી શકતા આ બંને પ્રશ્ન માટે પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીએ બે ગુણ પ્રદાન કરવામા આવશે.
વિદ્યાર્થી ૧૭મી સુધી પ્રશ્નદીઠ ૫૦૦ રૃપિયા ભરી રજૂઆત કરી શકશે
આન્સર કી સામે જો કોઈ વિદ્યાર્થીને વાંધો હોય તો આધાર-પુરાવા સાથે ૧૭મી સુધી ઓનલાઈન ઈમેઈલ મારફતે રજૂઆત કરી શકાશે અને જેમાં એક પ્રશ્ન દીઠ ૫૦૦ રૃપિયા ફી અપાશે. ્પ્રોવિઝનલ આન્સર કી બાદ ફાઈનલ આન્સર કી જાહેર થશે અને થોડા દિવસમાં ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવાશે.