Motorolaએ 108MP કેમેરાવાળા બે સ્માર્ટફોન કર્યા લોન્ચ, અહીં જાણો કિંમત અને ખાસ ફીચર્સ

Motorola Edge 20 અને Motorola Edge 20 Fusion સ્માર્ટફોન રેડમી 10 પ્રો મેક્સ, વનપ્લસ નોર્ડ CE 5G અને વનપ્લસ નોર્ડ 2 5G સહિતના સ્માર્ટફોનને ટક્કર આપશે.

વર્તમાન સમયે સ્માર્ટફોનની બજાર (Smartphone Market)માં કંપનીઓ મિડરેન્જ સ્માર્ટફોન તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જેના કારણે અલગ અલગ વિકલ્પો મિડરેન્જમાં મળે છે. ત્યારે મોટોરોલા (Motorola) દ્વારા મિડ બજેટ સ્માર્ટફોન શ્રેણીમાં વધુ બે મોડેલ ઉમેરવામાં આવ્યા છે. મોટોરોલા એજ 20 (Motorola Edge 20 launched) અને મોટોરોલા એજ 20 ફ્યુઝન (Motorola Edge 20 Fusion Launched) નામના આ સ્માર્ટફોન રેડમી 10 પ્રો મેક્સ, વનપ્લસ નોર્ડ CE 5G અને વનપ્લસ નોર્ડ 2 5G સહિતના સ્માર્ટફોનને ટક્કર આપશે. મોટોરોલાના બંને મોડેલ એક સરખા છે. માત્ર નજીવા તફાવત જોવા મળે છે. મોટોરોલા એજ 20માં ક્વોલકોમ ચીપસેટ, જ્યારે એજ ફ્યુઝનમાં મીડિયાટ્રેક SoC મળશે. આ બંને ફોનમાં 108 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 6.7 ઇંચની ડિસ્પ્લે અને 32 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

મોટોરોલા એજ 20

મોટોરોલા એજ 20 ((Motorola Edge 20)ની વાત કરીએ તો, તેમાં 6.7-ઇંચ ડિસ્પ્લે મળે છે. જેમાં 144Hz રિફ્રેશ રેટ અને HDR10+ સર્ટિફિકેશન છે. ફ્રન્ટ પેનલના સેન્ટ્રલમાં સિંગલ સેલ્ફી કેમેરા માટે હોલ-પંચ કટઆઉટ અપાયો છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 778 ચિપસેટ, 8GB રેમ અને 256GBના ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે આવે છે. જ્યારે પાછળની તરફ ટ્રિપલ કેમેરા માટે લંબચોરસ મોડ્યુલની છે. ત્યાં કેમેરા સિસ્ટમમાં 108-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 8-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 16-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ મળે છે. તેમજ આગળની તરફ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32-મેગાપિક્સલનો કેમેરો છે. આ કેમેરો 30fps પર 4K વીડિયો શૂટ કરી શકે છે.

મોટોરોલા એજ 20ના અન્ય ફીચર

– બે વર્ષના એન્ડ્રોઇડ અપડેટ સાથે એન્ડ્રોઇડ 11
– 5G, 4G, LTE, Wi-Fi 6, GPS, બ્લુટુથ 5.2
– સિક્યુરિટી માટે ફેસ અનલોક અને સાઈડમાં ફિંગરપ્રિન્ટ રીડર
– 4,000 mAhની બેટરી
– 10 મિનિટમાં 8 કલાક ચાલે તેવું ઝડપી ચાર્જ કરતું TurboPower 30

કિંમત શું છે?

ભારતમાં આ સ્માર્ટફોનનું 8GB + 256GB વેરિયન્ટ રૂ.29,999માં મળશે. આગામી 24 ઓગસ્ટથી ફ્લિપકાર્ટમાં તેનું વેચાણ શરૂ થશે. આ ફોનમાં ફ્રોસ્ટર પર્લ અને ફ્રોસ્ટર એમેરલ્ડ કલરનો વિકલ્પ મળશે.

મોટોરોલા એજ 20 ફ્યુઝન

મોટોરોલા એજ 20 ફ્યુઝન (Motorola Edge 20 Fusion)ની 6.7-ઈંચની Full-HD+ OLED ડિસ્પ્લેમાં 90Hzનો રિફ્રેશ રેટ અને 20:9નો એસ્પેક્ટ રેશિયો મળશે. આ ફોનમાં ડાયમેન્સીટી 800નું પ્રોસેસર, 6 GB + 128 સ્ટોરેજ આપવામાં આવશે. આ ઉપરાંત 108 મેગાપિક્સેલનો પ્રાઈમરી કેમેરો, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરો મળશે. જેમાં 118 ડિગ્રી FoV પણ રહેશે. આ ઉપરાંત 2 મેગાપિક્સેલનું ડેપ્ટ સેન્સર પણ આપવામાં આવશે. જ્યારે આગળની તરફ 32 મેગાપિક્સેલનો કેમેરો અપાશે. જેમાં ફૂલ HD વીડિયો રેકોર્ડ કરી શકાશે.

મોટોરોલા એજ 20 ફ્યુઝનના અન્ય ફીચર

– એન્ડ્રોઈડ 11
– 5G, બ્લુટુથ 5.0 અમે NFC
– 3.5mmનો હેડફોન જેક
– ડ્યુલ સિમ કાર્ડ
– IP52 રેટિંગ
– 5,000mAh બેટરી
– USB ટાઈપ C 2.0 પોર્ટથી 30W ચાર્જ સપોર્ટ

કિંમત શું છે?

આગામી 27મીથી મોટોરોલા એજ 20 ફ્યુઝનનું ફ્લિપકાર્ટ પર વેચાણ શરૂ થશે. આ ફોનનું 6GB RAM + 128GB વેરિયન્ટ 21,499માં મળશે. જ્યારે 8GB RAM + 128GB વેરિયન્ટ રૂ.22,999માં મળશે. આ સ્માર્ટફોન સાયબર ટીલ અને ઈલેક્ટ્રિક ગ્રેફાઈટ કલરનો વિકલ્પ આપવામાં આવશે.

Total
0
Shares
Previous Article

વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

Next Article

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

Related Posts
Read More

વોટસએપનો એક વધું ઉપહાર : એકસાથે 30 ઓડિયો ફાઇલ મોકલી શકાશે

વોટસએપ દરરોજ નવાં નવાં અપડેટસ લાવી રહ્યાં છે. જમાનાં પ્રમાણે દરેક ઉપભોક્તા વોટસએપનાં નવાં નવાં અપડેટ્સને આવકારી રહ્યાં…
Total
0
Share