આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી

ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની સારી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા. 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે ગુજરાતમાં ભારે, મધ્યમ અને હળવો વરસાદ રહી શકે છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં આ તારીખોમાં બારે વરસાદ પડી શકે છે. તો જોઈએ આગાહી પ્રમાણે કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 ઓગસ્ટે(ગુરુવાર)સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે.

20 ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે, તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની યાદીમાં 19 ઓગસ્ટે(ગુરુવાર) દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. યાદીમાં જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

Total
0
Shares
Previous Article

Motorolaએ 108MP કેમેરાવાળા બે સ્માર્ટફોન કર્યા લોન્ચ, અહીં જાણો કિંમત અને ખાસ ફીચર્સ

Next Article

સોમનાથ થકી સરદાર પટેલના સપનાઓને નવી ઊંચાઈ આપી રહ્યા છે વડાપ્રધાન મોદી

Related Posts
Read More

Paytm 35 હજાર રૂપિયાની સેલેરી પર 20 હજાર અંડરગ્રેજ્યુએટ્સને કરશે હાયર, જાણો કેવી રીતે કરશો અરજી

જો તમે નોકરીની શોધમાં તો તમારા માટે એક સારા સમાચાર છે. દેશની મોટી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કંપની પેટીએમ…
Read More

ધો.10 રિપીટર્સનું પરિણામ Online જાહેર, રાજ્યનું ફક્ત 10.4% પરિણામ, 30,012 વિદ્યાર્થી પાસ

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat 10th repeater student online…
Read More

13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)13 ઓક્ટોબરે…
Read More

CNGના ભાવમાં વધુ એક વખત વધારો, અઠવાડિયામાં જ 5.19 રૂપિયા વધી ગયા, રિક્ષા યૂનિયનની આંદોલનની ચીમકી

‘અમે અમારા છોકરાને દૂધની થેલી નથી પીવડાવતા અને એક કંપનીને આપી દેવા પડે છે તેવો સમય આવ્યો છે.’…
Total
0
Share