ધો.12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83% વિદ્યાર્થીઓ પાસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના (12th Commerce repeater result)  રિપીટર્સનું પરિણામ સોમવારે એટલે કે આજે જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની (GSEB Gujarat board website) યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાંખીને પરિણામ જોઇ રહ્યા છે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે.

27.83 ટકા પરિણામ આવ્યું

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યનું 27.83 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 1 લાખ 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર

ચાલુ પરીક્ષામાં જ ઉત્તરવહીનું મુલ્યાંકન પણ ચાલુ કરાયુ હતુ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ જુલાઈ માસમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. 15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હતી.

ગુજકેટનું પણ પરિણામ આવ્યું

નોંધનીય છે કે, ગત શનિવારે એટલે કે, 21મી ઓગસ્ટનાં રોજ ગુજકેટનું (GUJCET Result) પરિણામ જાહેર થયું હતુ. સવારે 10 કલાકે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું હતુ. જેમાં જાહેર થયેલા પરિણામની વાત કરીએ તો, 99 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 474 વિદ્યાર્થી, 98 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 940 વિદ્યાર્થી, 96 પર્સેન્ટાઈલ ધરાવતા B ગ્રુપમાં 2701 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. નોંધનીય છે કે, 6 ઓગસ્ટે કુલ 4 વિષયો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઈ હતી. આજે 1 લાખ 13 હજાર વિધાર્થીઓનું ગુજકેટનું પરિણામ જાહેર થયું છે.

12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ

ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી હતી.માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.

Total
0
Shares
Previous Article

સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશન આપવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા

Next Article

Gujarat Weather Forecast: સોમવારે રાજ્યના 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Related Posts
Read More

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતથી ભભૂકી આગ, જુઓ તસવીરો

સાત હનુમાન પાસે આગજનીનો બનાવ, જોતજોતામાં બંને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હોય તે પ્રકારના દૃશ્યો સામે…
Read More

ગુજરાત માટે આગામી 48 કલાક ભારે! જાણો કયા જિલ્લાઓમાં થશે અતિભારે વરસાદ

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ (rain in Gujarat) જામ્યો છે. દક્ષિણ ગુજરાત…
Read More

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની…
Read More

Covid Nasal Vaccine: માર્કેટમાં તેની કિંમત કેટલી હશે, ઓનલાઈન સ્લોટ કેવી રીતે બુક કરાવો; જાણો દરેક સવાલના જવાબ

  દુનિયાની પહેલી નાકથી આપવામાં આવતી કોવિડ-19 વેક્સિન: નાકની રસી ‘INCOVAC’ પણ હવે દેશમાં ઉપલબ્ધ થવા જઈ રહી…
Total
0
Share