Gujarat Weather Forecast: સોમવારે રાજ્યના 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સોમવારે ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી, અગાઉ અંબાલાલ પણ કરી ચુક્યા છે સારા વરસાદની આગાહી

રાજ્યમાં સોમવારે (Monday 23rd August) સારા વરસાદની હવામાન વિભાગ (Gujarat Weather Department)તરફથી આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. જોકે, આ આગાહીમાં રાજ્યના 9 જિલ્લાઓની યાદી આપવામાં આવી છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ નવ જિલ્લાઓમાં સોમવારે 23મી ઑગસ્ટના રોજ વરસાદ ભુક્કા બોલાવી શકે છે. જાણો ક્યા છે આ નવ જિલ્લા અને શું છે હવામાન વિભાગની આગાહી

સોમવારની આગાહીની ચર્ચા કરવામાં આવે તો સોમવારે 23મી ઑગસ્ટે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ આગાહીમાં 5 જિલ્લા દક્ષિણ ગુજરાતના છે અને ચાર જિલ્લા સૌરાષ્ટ્રના છે. એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રના જે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેમાં ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં છુટાછટાવાય વરસાદની આગાહી છે. આજે રત્રા બંધનના દિવસે રાજ્યના 30થી વધુ તાલુકામાં મેઘમહેર થઈ છે.

આ ઉપરાંત રાજ્યની સરહદો પર આવેલા સંઘ પ્રદેશ દિવ અને દક્ષિણ ગુજરાતમાં આવેલા દમણ-દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો 41.04 ટકાનો વરસાદ નોંધાયો છે. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવામાં સોમવારે વધુ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

શનિવારે રાજ્યના 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ વરસ્યો હતો. આજે રાજ્યના અરવલ્લી, મહીસાગર, વલસાડ, અમરેલી, વલસાડમાં રવિવારના રોજ ભારે વરસાદની આગાહી હતી. ભૂગર્ભ જળ ખુટી જતા અને વરસાદ ખેંચાતા રાજ્યમાં 47 ટકા વરસાદની ઘટ છે.

Total
0
Shares
Previous Article

ધો.12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83% વિદ્યાર્થીઓ પાસ

Next Article

ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Related Posts
Read More

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા…
Read More

જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 1 જેસીઓ સહિત 5 સૈનિક શહીદ

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી દીધો છે અને હાલ ત્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સ્થિત ડેરાની…
Read More

છોટાઉદેપુર: બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત, કારના ફૂરચા નીકળી ગયા

મધ્યરાત્રિએ અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. એટલે કે મૃતદેહો બહાર કાઢતા સવાર…
Total
0
Share