જન્માષ્ટમી અને ગણેશોત્સવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

રાજ્યમાં જન્માષ્ટમી (Janmashtami)અને ગણેશોત્સવના (Ganeshotsav)આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Chief Minister Vijay Rupani)અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 30 ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમી સમયે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ (Night curfew)અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના રોજ એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્યૂ રાત્રીના 1 વાગ્યાથી અમલી કરાશે.

મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા બધાએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડલાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.

રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ઉજવવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસોમાં એટલે કે 9મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂનો અમલ આ મહાનગરોમાં રાત્રે 12 વાગ્યાથી કરાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.

Total
0
Shares
Previous Article

ધો.10 રિપીટર્સનું પરિણામ Online જાહેર, રાજ્યનું ફક્ત 10.4% પરિણામ, 30,012 વિદ્યાર્થી પાસ

Next Article

કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી વિસ્ફોટ : ૬૦ લોકોનાં મોત, ૧૫૦થી વધુ ઘાયલ : બધી ફ્લાઈટો રદ્દ

Related Posts
Read More

કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી વિસ્ફોટ : ૬૦ લોકોનાં મોત, ૧૫૦થી વધુ ઘાયલ : બધી ફ્લાઈટો રદ્દ

કાબુલ ઍરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી ISIS એ સ્વીકારી, બાયડન ઍક્શન મોડમાં, લઈ શકે છે મોટો નિર્ણય કાબુલ : તાલિબાનના કબ્જા…
Read More

દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું

જીજેઈપીસી (Gems and Jewellery Export Promotion Council) દ્વારા સુરતમાં (Surat) ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું (diamond exhibition-cum-auction centre) ઉદ્‌ઘાટન…
Read More

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ…
Total
0
Share