ગુજરાત માટે આગામી 48 કલાક ભારે! જાણો કયા જિલ્લાઓમાં થશે અતિભારે વરસાદ

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ (rain in Gujarat) જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. નોંધનીય છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી સારો વરસાદ થતાં ખેડૂતો (Gujarat farming) ખુશ થયા છે અને કુષિ પાકને જીવનદાન મળ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આગામી 48 કલાક કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે. 48 બાદ સિસ્ટમ નબળી પડશે.

2 સપ્ટેમ્બરની આગાહી

વલસાડ, દમણ દાદરા નગર હવેલી,પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે 30થી 40 કિલોમીટરના પવનની સાથે વરસાદની આગાહી છે.

3 સપ્ટેમ્બરની આગાહી

જામનગર મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની અગાહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ઠંડક પ્રસરી છે.

સવારે ચાર કલાકમાં 21 તાલુકામાં વરસાદ

પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 21 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાલાલામાં છ ઇંચ નોંધાયો છે. માળિયા અને ઉનામાં ક્રમશ: પાંચ અને ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ગીર-ગઢડામાં પણ ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

Total
0
Shares
Previous Article

ભારતમાં લોન્ચ થઈ Tataની પાવરફુલ ઇલેક્ટ્રિક કાર Tigor EV, સિંગલ ચાર્જમાં ચાલશે 306 km

Next Article

સિદ્ધાર્થ શુક્લાનાં આજે અંતિમ સંસ્કાર, ભીની આંખે થશે 'વર્લ્ડ બેસ્ટ મોડલ'ની વિદાય

Related Posts
Read More

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ…. પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ… પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં…
Read More

મુકેશ અંબાણીને ધમકી આપનાર વ્યક્તિને, મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.., પૂછપરછમાં થયો એવો મોટો ખુલાસો કે..

મુકેશ અંબાણી ને આજે સૌ કોઈ લોકો ઓળખી રહ્યા છે. તેઓ રિલાયન્સના ફાઉન્ડર અને ચેરમેન છે. ગઈકાલે મુકેશ…
Total
0
Share