મધરાતે જેલમાં લાગી આગ, 40 કેદીઓ આગમાં જીવતા ભૂંજાઈ ગયા, અનેક ગંભીર રીતે ઘાયલ

બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી , જેમાં 40 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા

ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપારિન્તીએ જણાવ્યું હતું કે તંગેરંગ જેલના બ્લોક c માં બપોરે 1 થી 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તેમણે કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

મધરાતે લાગી આગ 
બુધવારે રાત્રે 1 કે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી જ્યારે મોટાભાગના કેદી સૂઈ ગયા હતા અને આઅ દુર્ઘટનામાં કેટલાક કેદીઓને એટલી ગંભીર ઇજા પણ થઈ હતી કે તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. બધા ઘયલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે તંગેરંગ જેલના બ્લોક C ને હવે પૂરેપૂરો ખાલી કરવી દેવામાં આવ્યો છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા
બેન્ટન પ્રાંતમાં તંગેરંગ જેલના બ્લોક સીમાં આગ લાગી હતી, જ્યાં જેલ ભીડ હતી. આ બ્લોકમાં 122 કેદીઓને રાખવાની ક્ષમતા છે, પરંતુ જે કેદીઓને રાખવામાં આવ્યા હતા તેમની સંખ્યાની પુષ્ટિ થવાની બાકી છે. સપ્ટેમ્બર મહિનાના સરકારી આંકડાઓ અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીકની તંગેરંગની જેલમાં 2,000 થી વધુ કેદીઓ હતા, જે તેની 600 લોકોની ક્ષમતા કરતા ઘણા વધારે છે.

ડ્રગ્સ સંબંધિત ગુનેગારો જેલમાં છે
કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપારિન્તીએ જણાવ્યું હતું કે જેલના આ બ્લોકનો ઉપયોગ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે કેદીઓને રાખવા માટે કરવામાં આવતો હતો. કોમ્પાસ ટીવીએ અહેવાલ આપ્યો છે કે જેલમાં લાગેલી આગમાં 41 લોકોના મોત થયા છે અને 8 ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા યુસરી યુનુસે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, પ્રાથમિક શંકા છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે.

Total
0
Shares
Previous Article

ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

Next Article

BMWને રજૂ કરી ઇલેક્ટ્રોનિક બાઇક, સિંગલ ચાર્જમાં દોડશે 90ં KM, જાણો બીજી વિગતો પણ

Related Posts
Read More

ચીનમાં પૂરથી વિનાશ : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ…
Read More

PM Modi Birthday: PM મોદીનો આજે 71મો જન્મદિવસ- જાણો તેમના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની તસવીર

PM Narendra Modi ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના આદર્શ સૂત્ર ભાર પર મૂકી દેશના વિકાસના કાર્યો હાથ…
Read More

હાઇવે પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર સુઈ જતા ટ્રક સાથે ટક્કર થઇ અને 30 લોકોના મોત, 74 ઘાયલ,

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં ૩૦ લોકોનાં મોત થયા હતા અને 74 લોકો ઘાયલ…
Total
0
Share