રિલાયન્સ જિયોનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે થઈ રહ્યો છે લોન્ચ, આવા છે ફીચર

JioPhone Next 4G to Launch – રિલાયન્સ જિયોના (Reliance Jio) 4જી એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની (JioPhone Next 4G)ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે

રિલાયન્સ જિયોના (Reliance Jio) 4જી એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની (JioPhone Next 4G)ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. આ ફોનની રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. આગામી 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi-2021)નિમિત્તે આ ફોન રિલીઝ થવા જઈ રહ્યો છે. રિલાયન્સ (Reliance)દ્વારા 44મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં આ ફોનના આગમનની જાહેરાત થઈ હતી. જ્યાં આપણને ગૂગલ સાથે ભાગીદારીમાં બનાવવામાં આવેલા આગામી સ્માર્ટફોનની ઝલક પણ મળી હતી. જિયોફોન નેક્સ્ટ 4જી ફોન (JioPhone Next 4G)ગૂગલ દ્વારા વિકસિત સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડનું ઓપ્ટિમાઇઝ્ડ વર્ઝન ચલાવશે. હજી સુધી આ ફોનની કિંમત સ્પષ્ટ થઈ નથી.

સ્પેસિફિકેશનની દ્રષ્ટિએ જિયોફોન નેક્સ્ટમાં ગ્રાહકોને ગૂગલ પ્લે સ્ટોર સહિત એન્ડ્રોઇડ સેવાઓની એક્સેસ મળશે. તેમાં વોઇસ આસિસ્ટન્ટ, સ્ક્રીન ટેક્સ્ટનું ઓટોમેટિક રીડ-એલાઉડ, લેંગ્વેજ ટ્રાન્સલેશન અને ઓગમેન્ટેડ રિયાલિટી ફિલ્ટર્સ સાથે સ્માર્ટ કેમેરા જેવા ફિચર્સની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, AGMમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયોફોન નેક્સ્ટ એક સંપૂર્ણ પણે ફીચર્ડ સ્માર્ટફોન છે. જેમાં ગૂગલ અને જિયો બંનેની એપ્લિકેશન ચાલશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તમે જિયો પાસેથી જે અપેક્ષા રાખો છો તેમ મારું વચન છે કે, જિયોફોન નેક્સ્ટ અત્યાર સુધી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સૌથી પરવડે તેવા સ્માર્ટફોનમાં સામેલ હશે. AGMમાં રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે, કંપની જિયો 5જી સોલ્યુશન્સ અને જિયો સાવન, જિયોમાર્ટ અને અન્ય જેવી સેવાઓને પાવર આપવા માટે ગૂગલ ક્લાઉડનો ઉપયોગ કરશે.

નવી ભાગીદારી સાથે રિલાયન્સ દેશના આરોગ્ય અને શિક્ષણ ઉદ્યોગમાં ડિજિટલ સેવાઓને વેગ આપશે તેવું પણ ફલિત થાય છે. ગત અઠવાડિયે જિયોએ ભારતમાં તેની પાંચમી વર્ષગાંઠ પૂર્ણ કરી હતી. આ તકે ગૂગલ, શાઓમી, વનપ્લસ સહિતના અનેક ટેક જાયન્ટ્સે ભારતની ઇન્ટરનેટ ક્રાંતિને ઈંધણ આપવા બદલ જિયોને અભિનંદન પાઠવ્યા હતા.

Total
0
Shares
Previous Article

BMWને રજૂ કરી ઇલેક્ટ્રોનિક બાઇક, સિંગલ ચાર્જમાં દોડશે 90ં KM, જાણો બીજી વિગતો પણ

Next Article

T20 World Cup 2021: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, મેન્ટર તરીકે ઘોની સાથે જશે

Related Posts
Read More

OLA e-scooter Launch: કંપનીએ બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યું પહેલું ઇ સ્કૂટર, જાણો તેની કિંમત

કંપનીએ આજે ​​ભારતીય બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ આજે ​​ભારતીય બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક…
Read More

ફક્ત ૧૦ હજાર રૂપિયામાં બુક કરાવો આ ઇલેક્ટ્રિક કાર, દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, ૪૦ પૈસામાં ચાલે 1 KM

મોંઘા પેટ્રોલ-ડીઝલ થી સામાન્ય વ્યક્તિ પરેશાન છે. ઈલેક્ટ્રીક કારનું વેચાણ ધીમે-ધીમે વધી રહ્યું છે. આ વચ્ચે મુંબઈની એક…
Total
0
Share