ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે પણ મેઘમહેર જારી રહી છે અને દિવસ દરમિયાન ૩૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી  પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા-ડીસામાં સૌથી વધુ ૩.૪૨ ઈંચ, વડગામમાં ૩.૨૨ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ૩.૧૪ ઈંચ, પાલનપુરમાં ૩.૦૭ ઈંચ, સુરતના ઉમરપાડામાં ૩ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે જે તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં હળવદ-સતલાસણ-દસાડા-ખેડબ્રહ્મા-ડેડિયાપાડા-સાંતલપુર-સિદ્ધપુર-વડાલીનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ૧૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૫૭.૭૪% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે બનાસકાંઠા-મહેસાણા-સાબરકાંઠા-પાટણ-અરવલ્લી-ગાંધીનગર-અમદાવાદ-નર્મદા-સુરત-તાપી-સુરેન્દ્રનગર-મોરબી, રવિવારે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-સુરત-નવસારી-વલસાડ-સુરેન્દ્રનગર-ભાવનગર-બોટાદમાં જ્યારે સોમવારે બનાસકાંઠા-સાબરકાંઠા-મહેસાણા-પાટણ-અમદાવાદ-ગાંધીનગર-ખેડા-આણંદ-પંચમહાલ-દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Total
0
Shares
Previous Article

T20 World Cup 2021: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, મેન્ટર તરીકે ઘોની સાથે જશે

Next Article

Smart Glasses / Facebookએ લોન્ચ કર્યા પહેલા Smart ચશ્મા, ચોરી-છીપે કરી શકશો Video રેકોર્ડિંગ; જાણો કિંમત અને ફીચર્સ

Related Posts
Read More

ગુજરાતનું ગૌરવ! મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી, પહેલી ગજરાતી ખેલાડી

એક તરફ ટોક્યો પેરાલિમ્પિક્સમાં (tokyo paralympics) ભારતીય ખેલાડીઓએ (Indian players) પોતાના પ્રદર્શનથી ભારત માટે મેડલોનો વરસાદ (medals rain…
Read More

આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

આંધ્ર પ્રદેશના હૈદરાબાદના દક્ષિણમાં આજે સવારે આશરે 5 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સ્મીમોલોજી અનુસાર રિક્ટર…
Read More

ધો.10 રિપીટર્સનું પરિણામ Online જાહેર, રાજ્યનું ફક્ત 10.4% પરિણામ, 30,012 વિદ્યાર્થી પાસ

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat 10th repeater student online…
Total
0
Share