વિરાટ કોહલી ચાલુ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડશે, ચોકાવનારો નિર્ણય

2021 ટી-20 વિશ્વ કપ બાદ ટી20 ઈન્ટરનેશનમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરનાર વિરાટ કોહલી (virat Kohli) એ આજે એક વધુ મોટો નિર્ણય કર્યો છે. કોહલીએ જાહેરાત કરી કે તે યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021 (IPL 2021)ના બીજા તબક્કા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(RCB)ની કેપ્ટનશીપ છોડી દેશે.

વિરાટ કોહલી(Virat Kohli)એ આઈપીએલ 2021 (IPL 2021) પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ છોડવાનો પણ નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ રવિવારે આ અંગેની પુષ્ટિ કરી હતી. અગાઉ તેણે ટી-20 વર્લ્ડ કપ (T-20 WC) બાદ ભારતની ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે IPL ની આ સિઝનમાં RCB નું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. ટીમે 7 માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

આરસીબીએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે, આજે સાંજે મેં ટીમ સાથે વાત કરી અને કહ્યું કે, કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે. મેં આ અંગે ટીમ મેનેજમેન્ટને પણ જાણ કરી છે. મારા મગજમાં આ વાત લાંબા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં મેં ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી. જેથી હું કામનું ભારણ ઓછું કરી શકું.

કોહલીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી હું ઘણું ક્રિકેટ રમી રહ્યો હતો. હું મારી જાતને આરામ આપવા માંગતો હતો. તેથી જ મેં આ નિર્ણય લીધો છે. મેં આ RCB મેનેજમેન્ટને જણાવ્યુ છે કે, હું ટીમ સાથે જોડાઈશ. મારી ટીમ સાથે 9 વર્ષની યાદગાર યાત્રા રહી છે. હું આ ફ્રેન્ચાઇઝી માટે રમવાનું ચાલુ રાખીશ. તમામ ચાહકોનો આભાર. આ એક નાનકડો વિરામ છે. આ યાત્રા આગળ પણ ચાલુ રહેશે.

વિરાટ લીગની પ્રથમ સીઝન એટલે કે 2008 થી આરસીબી સાથે છે અને 2013માં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તેમના નેતૃત્વમાં આરસીબી આજ સુધી આઈપીએલનો ખિતાબ જીતી શકી નથી. તેણે અત્યાર સુધી 199 મેચ રમી છે અને 37.97 ની એવરેજથી 6076 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને 40 અડધી સદી છે. તેણે આ વીડિયોમાં આગળ કહ્યું કે, RCB પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહ્યું છે. કારણ કે આગામી વર્ષે IPL ની મોટી હરાજી થવાની છે. મેં મેનેજમેન્ટને કહ્યું છે કે, હું આરસીબી સિવાય અન્ય ટીમમાં હોવાનો વિચાર પણ કરી શકતો નથી.

Total
0
Shares
Previous Article

ઓક્ટોબરમાં હોન્ડા લોન્ચ કરશે એક્ટિવાનાં નવાં વેરિઅન્ટ, જાણો નવાં ફિચર્સ

Next Article

WhatsApp લાવશે દમદાર ફીચર, હવે તમારી જાતે જ બનાવી શકશો ગ્રુપ આઈકોન

Related Posts
Read More

જો તમે પણ તમારા બાળકને સાબુથી નવડાવો છો, તો આ માહિતી ચોક્કસપણે વાંચો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન…

જ્યારે બાળક ઘરમાં આવે છે, ત્યારે દરેક જણ ખુશ થાય છે, પરંતુ કેટલીક વસ્તુઓ બાળક માટે નુકસાનકારક હોઈ…
Read More

નૈનીતાલ, મનાલી અને શિમલા ને મૂકીને એક વખત હિમાચલમાં આવેલ આ ઠંડી અને સુંદર જગ્યાને જરૂરથી માણો

ભારતમાં ફરવા માટે એવી ઘણી બધી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે, લગભગ લોકોને તમે…
Total
0
Share