UPSCમાં ગુજરાતનો ડંકો, સુરતના કાર્તિકે ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

સુરતના કાર્તિક જીવાણીની સફળતાની પ્રેરણાત્મક કહાણી, અગાઉ 84માં રેન્ક મેળવ્યો હતો.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામ (UPSC Civil Service Exam)નું વર્ષ 2020માં લેવાયેલી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયું છે (UPSC Civil Services Result 2020). આ પરીક્ષામાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. (Gujarat Students in UPSC 2020 Result) સુરત શહેરના કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 8મો ક્રમ મેળવ્યો છે. (Surat Kartik Jivani All India 8th Rank In UPSC Civil Service Result 2020) કાર્તિકની આ સફળતાના કારણે ગુજરાતનું નામ રોશન થયું છે સાથે સાથે સુરતનો પણ ડંકો વાગ્યો છે. અહેવાલો મુજબ કાર્તિકને IAS બનવું છે અને જો તે પસંદગી થશે તો તે સુરત શહેર માટે નવો રેકોર્ડ બનશે. કાર્તિક ઉપરાંત ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષામાં સફળ થયા છે (Gujarat Students in UPSC Civil Service Result 2020)

યુપીએસસી દ્વારા ગત વર્ષે લેવાયેલી સિવિલ સર્સિસની પરીક્ષામાં સુરતના કાર્તિક નાગજી ભાઈ જીવાણીએ 761 વિદ્યાર્થીઓમાંથી 8મો ક્રમ મેળવ્યો છે. કાર્તિકની યશકલગીમાં એટલા માટે પણ વધારો થયો છે કે તેમણે અગાઉ પણ આ પરીક્ષા પાસ કરી હતી અને ઓલ ઇન્ડિયા 84મો ક્રમ મેળવ્યો હતો.

યુપીએસએસીમાં આ વખતે 216 મહિલાઓ સહિત 761 વિદ્યાર્થીઓમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. આ પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે શુભમ કુમાર, બીજા ક્રમે જાગૃતિ અવસ્થી, ત્રીજા ક્રમ અંકિતા જૈન, યોથા ક્રમે યશ જાલુકા, પાંચમા ક્રમે મમતા યાદવ, છઠ્ઠા ક્રે મીરા કે, સાતમાં ક્રમે પ્રવિણ કુમાર, આઠમાં ક્રમે કાર્તિક જીવાણી, નવા ક્રમે અપાલા મિશ્રા, 10માં ક્રમે સત્યમ ગાંધીનો સમાવેશ થાય છે.

ટોપ-5માં 3 છોકરીઓ

યુપીએસસીના રિઝલ્ટની વાત કરવામાં આવે તો ટોપ 10 અને ટોપ5માં છોકરીઓએ બાજી મારી છે. ટોપ-5માં ત્રણ છોકરીઓએ સ્થાન મેળવ્યું છે જેમાં બીજા ક્રમે જાગૃતિ અવસ્થી, ત્રીજા ક્રમે અંકિતા જૈન, પાંચમાં ક્રમે મમતા યાદવનો સમાવેશ થાય છે.

180 જેટલા IAS, 200 IPS બનશે

IAS માટે 180 ઉમેદવારો, IFS માટે 36, IPS અધિકારીઓની જગ્યાઓ માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વધુ 302 જગ્યાઓ કેન્દ્રીય સેવાઓ જૂથ A અને 118 જૂથ B સેવાઓમાં ભરવામાં આવશે. યુપીએસસીએ એક સત્તાવાર માહિતીમાં જણાવ્યું હતું કે, “વિવિધ સેવાઓમાં નિમણૂક પરીક્ષાના નિયમોમાં સમાવિષ્ટ જોગવાઈઓને યોગ્ય વિચારણા સાથે ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સંખ્યા અનુસાર કરવામાં આવશે.”

Total
0
Shares
Previous Article

સરકારની મોટી જાહેરાત, શેરી-ગરબામાં 400 લોકોને મંજુરી, રાત્રી કરફ્યૂમાં 1 કલાકની રાહત

Next Article

ગુજરાતમાં 24 કલાક દરમિયાન પવન, ગાજવીજ સાથે રહેશે મધ્યમથી અતિભારે વરસાદ

Related Posts
Read More

અંબાલાલ પટેલે કરી આગાહી બંગાળમાં સર્જાઈ શકે છે ચક્રવાત મોટી હલચલને કારણે આવી શકે છે વાવાઝોડું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો…
Read More

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ…. પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ… પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં…
Read More

શ્રાવણનાં પહેલા સોમવારે કરો સોમનાથ દાદાનાં દર્શન, થઇ જશો ભાવવિભોર

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. શિવની ભક્તિ કરવાના પવિત્ર…
Total
0
Share