ગુજરાતમાં 24 કલાક દરમિયાન પવન, ગાજવીજ સાથે રહેશે મધ્યમથી અતિભારે વરસાદ

વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બંગાળના ખાડીમાં (Bay of Bangal) સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું (Cyclone Gulab) બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત (Gulab Effect on Gujarat) સુધી પહોંચવાની શક્યતા છે. જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી (Gujarat weather forecast) પ્રમાણે, આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ (heavy rainfall in Gujarat) પડવાની શક્યતા છે.

28-29 ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (South Gujarat Saurashtra Rains) આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ 27મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે.

પવન સાથે આવશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે 29 સપ્ટેમ્બરના રોજ 40થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

30 સપ્ટેમ્બરે વરસાદની આગાહી

આગાહી પ્રમાણે, 30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે કે , હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા. 27 સપ્ટેમ્બરે સવારે બેસે છે. આથી આથી હસ્ત નક્ષત્રમાં તા.27થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે.આથી હસ્ત નક્ષત્રમાં તા.27થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી પડવાની શક્યતા છે.

Total
0
Shares
Previous Article

UPSCમાં ગુજરાતનો ડંકો, સુરતના કાર્તિકે ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

Next Article

ગુજરાતનાં આ જિલ્લાઓમાં આજે છે ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની આગાહી

Related Posts
Read More

શ્રાવણનાં પહેલા સોમવારે કરો સોમનાથ દાદાનાં દર્શન, થઇ જશો ભાવવિભોર

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. શિવની ભક્તિ કરવાના પવિત્ર…
Read More

PM Modi Birthday: PM મોદીનો આજે 71મો જન્મદિવસ- જાણો તેમના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની તસવીર

PM Narendra Modi ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના આદર્શ સૂત્ર ભાર પર મૂકી દેશના વિકાસના કાર્યો હાથ…
Read More

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ દક્ષિણ…
Read More

ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ…
Total
0
Share