ગુજરાતનાં આ જિલ્લાઓમાં આજે છે ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની આગાહી

જ્યારે આજે રાજ્યના 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર (Yellow alert in Gujarat) કરવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડાની (Cyclone Gulab) અસરના કારણે ફરથી રાજ્યમાં વરસાદી (rainfall in Gujarat) માહોલ છવાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં (Gujarat) 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં (heavy rainfall in Rajula) 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગની (Gujarat weather forecast) આગાહી અનુસાર, ગુજરાતના અનેક જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આજે રાજ્યના 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર (Yellow alert in Gujarat) કરવામાં આવી છે.

રાજ્યનાં 57 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો

24 કલાકના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા,ગીર ગઢડા, પોરબંદર અને જામનગરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હળવદ, માળીયા,બેચરાજીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે દસાડા, મોરબી, કડીમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યનાં 57 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે.

આજે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેની ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ માટેની યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

બુધવારે અહીં છે ભારે વરસાદની આગાહી

જ્યારે 29મી તારીખ અને બુધવારે, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે-નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભાદર ડેમ 1 ઓવરફ્લો થયો

જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. ડેમના 29માંથી 17 દરવાજા ખોલવામા આવ્યા છે. ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 19 દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ભાદર-1 ડેમના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારિયા, ખંભાલીડા અને નવાગામ, જેતપુર તાલુકાના મોણપર ખીરસરાદેરડી જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા કેરાડી, લુણાગરા, લુણાગરી અને વાડાસડા, જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના વેગડી ભૂખી અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Total
0
Shares
Previous Article

ગુજરાતમાં 24 કલાક દરમિયાન પવન, ગાજવીજ સાથે રહેશે મધ્યમથી અતિભારે વરસાદ

Next Article

સૂર્યવંશી, 83, જર્સી અને આદિપુરુષ સહીતની ફિલ્મો રિલીઝ થવા તૈયાર, આવું છે બોલિવૂડનું રિલીઝ કેલેન્ડર

Related Posts
Read More

CNGના ભાવમાં વધુ એક વખત વધારો, અઠવાડિયામાં જ 5.19 રૂપિયા વધી ગયા, રિક્ષા યૂનિયનની આંદોલનની ચીમકી

‘અમે અમારા છોકરાને દૂધની થેલી નથી પીવડાવતા અને એક કંપનીને આપી દેવા પડે છે તેવો સમય આવ્યો છે.’…
Read More

Gujarat Weather Forecast: સોમવારે રાજ્યના 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સોમવારે ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી, અગાઉ અંબાલાલ પણ કરી ચુક્યા છે સારા વરસાદની આગાહી રાજ્યમાં…
Read More

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની…
Read More

ટોકિયો ઓલિમ્પિકઃ મીરાબાઈ ચાનુએ સર્જયો ઈતિહાસ, વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર

ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. 49 કિલોની કેટેગરીમાં મીરાબાઈ…
Total
0
Share