દરરોજ 2થી 3 કિવી ખાવાથી થતાં ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, અનેક રોગમાં આપે છે રાહત

કિવીને ખોરાકમાં સામેલ કરવા અંગે લોકોને ખૂબ જ મૂંઝવણ રહેતી હોય છે. સામાન્ય રીતે કિવીની ગણતરી કોઈ સુપર ફુડ (Super food)માં કરવામાં આવતી નથી, પણ કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન અને મિનરલ્સ (Vitamins and minerals) હોય છે.

કિવીને ખોરાકમાં સામેલ કરવા અંગે લોકોને ખૂબ જ મૂંઝવણ રહેતી હોય છે. સામાન્ય રીતે કિવીની ગણતરી કોઈ સુપર ફુડ (Super food)માં કરવામાં આવતી નથી, પણ કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન અને મિનરલ્સ (Vitamins and minerals) હોય છે. જે સ્વાસ્થ માટે ખુબ લાભકારક છે. કિવિ (Kiwi)ભલે બહુ લોકપ્રિય ફળ ન હોય પરંતુ તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ભૂરા રંગની છાલવાળુંઅંદરથી નરમ અને લીલા રંગનું આ ફળ સ્વાદમાં થોડું ગળ્યુ અને ખટાસ યુક્ત હોય છે.

વિટામિન C, વિટામિન K, વિટામિન E, ફોલેટ અને પોટેશિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર કિવી એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઈબરનો સૌથી સારો સોર્સ છે. કિવીના નાનકડા કાળા બી અને રેશાયુક્ત છાલ પણ ખાઈ શકાય છે. જોકે, મોટાભાગના લોકો કિવી ખાતા પહેલા તેની છાલ કાઢી નાખે છે. આહારની દ્રષ્ટિએ કિવી ખૂબ જ પૌષ્ટિક હોય છે. પરંતુ તેની છાલના રેશા લોકોને ગમતાનથી.

કિવીનું વાવેતર અને ઉછેર થોડું મુશ્કેલ છે. છતાં પણ આખા વર્ષ દરમ્યાન કિવી દુકાનોમાં સરળતાથી મળી રહેતા હોય છે. કેલિફોર્નિયામાં નવેમ્બરથી મે દરમિયાન તથા ન્યુઝીલેન્ડમાં જુનથી ઓક્ટોબર દરમિયાન કિવીનું વાવેતર કરવામાં આવે છે. આ ફળ 50 અલગ અલગ પ્રકારોમાં પણ ઉપલબ્ધ છે.તે સોના જેવા કસ્ટાર્ડથી માંડીને ગુલાબી રંગ સુધીના પલ્પમાં ઉગે છે અને તે દરેકનો ખાસ સ્વાદ અને ઉપયોગ છે.

ચાલો જોઈએ આહારમાં કિવી સામેલ કરવાના કેટલાક વૈજ્ઞાનિક લાભ

લોહી ગંઠાઈ જવાની સમસ્યા દુર કરે છે કિવી

કિવી ફેટ ઘટાડવામાં મદદરૂપ છે. તે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં અને લોહી ગંઠાતા રોકવામાં કારગર સાબિત થાય છે. લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ પર કોઈ પણ હાનીકારક અસર કર્યા વિના કિવી મદદરૂપ સાબિત થાય છે. મોટાભાગે કોઈપણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગને રોકવા અથવા તેમાં ઘટાડો કરવા માટે એસપ્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે લાંબા ગાળે એસિડીટી અને અલ્સર જેવી બિમારીઓનું કારણ બને છે. એક રિસર્ચ અનુસાર રોજ બે થી ત્રણ કિવી કુદરતી રીતે લોહી પાતળું રાખવામાં સહાયરૂપ થાય છે. આ સાથે જ આ હ્રદયને પણ તંદુરસ્ત બનાવે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવી ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી શરીરમાં હાનીકારક કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો થાય છે.

પાચન શક્તિ વધારે

કિવિમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પાચનશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ફાઇબર સિવાય કિવિમાં પ્રોટીનને અસરકારક રીતે પચાવી શકે તેવા એક્ટિનીડિન એન્ઝાઇમ હોય છે. ભારે ભોજન પછી કિવિ ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. કારણ કે, તે માંસ અને માછલીમાંથી મળતા પ્રોટીનને પચાવવામાં મદદરૂપ થાય છે. આ અપાચ્ય પ્રોટીન્સ પેટ ફૂલવા જેવી સમસ્યાઓને પ્રેરિત કરી શકે છે. કિવિમાં થોડી રેચક અસર પણ હોય છે, જે સુસ્ત પાચનતંત્રને મદદ કરી શકે છે. કિવી નબળા પાચનતંત્રને સુધારવામાં સહાયરૂપ છે.

આંખોની દ્રષ્ટી માટે ફાયદાકાર છે કિવી

અત્યારે ૧૦૦ માંથી ૯૦ લોકોને આંખના નંબર હોય છે. તેના માટે પણ કીવી ખુબ જ ફાયદાકારક છે. કિવી તમારી આંખોને દ્રષ્ટીહીનતાના પ્રાથમિક કારણ એવા મેક્યુલર ડિજનરેશન સામે રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. એક સંશોધન મુજબ, દરરોજ ત્રણ કિવીનું સેવન કરવાથી મેક્યુલર ડિજનરેશનમાં 36% સુધીનો ઘટાડો થાય છે.કીવીમાં ઝેક્સાન્થિન અને લ્યુટીન જેવા એન્ટીઓક્સિડંટ તત્વો હોવાથી ખુબ જ ફાયદાકારક છે.

DNAની મરામત

કોષો સાથે સંબંધિત દરેક રોગ અથવા આરોગ્યનો મુદ્દોડીએનએ આરોગ્ય સાથે સંબંધિત છે. કિવીમાં DNA ખામીની ખામી દુર કરવાના ગુણો રહેલા છે. હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ કોચ લ્યુક કોટિન્હોના જણાવ્યા મુજબ, દૈનિક કિવિ ખાવાથી કોલોન કેન્સર થવાની શક્યતામાં ઘટાડો થાય છે. મોટાભાગના કેન્સરમાં પણ કિવિ ઘણું ઉપયોગી સાબિત થાય છે.

બ્લડપ્રેશર નિયંત્રણમાં ઉપયોગી

કિવી ખાવામાં જેટલું જ ટેસ્ટી છે, તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. દિવસ દરમિયાન 2 થી 3 કિવી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. કિવી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. 2014 માં કિવી પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, 8 અઠવાડિયા સુધી દરરોજ 3 કીવી ખાવાથી ડાયાસ્ટોલિક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટે છે. કિવીમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. કિવિમાં રહેલું વિટામિન સી બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

Total
0
Shares
Previous Article

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશન પરિવર્તિત થયું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની આગાહી

Next Article

Xiaomi કેશલેશ પેમેન્ટ માટે કર્યુ નવું ઈનોવેશન, NFCથી સજ્જ વોચ સ્ટ્રેપ કરશે લોન્ચ

Related Posts
Read More

હાઈ કોલેસ્ટ્રોલ લેવલ હોય તો હાથમાં દેખાય છે આ 2 ગંભીર સંકેતો, ભૂલથી અવગણશો નહીં….

ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોવાને કારણે હાર્ટ એટેક સ્ટ્રોક વગેરે થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના લક્ષણોની અવગણના ન કરવી…
Total
0
Share