આજે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ છે. વહેલી સવારથી જ નવી દિલ્હી ખાતે આવેલી મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ (Rajghat) પર અનેક નેતાઓ પહોંચી રહ્યા છે.

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ (Mahatra Gandhi Jayanti) છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી (PM Modi pays tribute to Mahatma Gandhi) રાજઘાટ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે આજે તેઓ અનેક યોજનાઓની શરૂઆત પણ કરશે. વડાપ્રધાન મોદી 11 વાગ્યે ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ સાથે સંવાદ પણ કરશે. મહાત્મા ગાંધી જયંતિ પર પીએમ મોદીએ ટ્વીટ (PM Modi tweet) કર્યું છે કે, “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપૂનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે.”

આજે દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri Jayanti)ની પણ જન્મ જયંતિ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતિ પર શત શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.”

અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી રાજઘાટ પહોંચ્યાં

નવી દિલ્હી ખાતે આવેલા ગાંધીજીની સમાધિને રાજઘાટ (Rajghat) કહેવામાં આવે છે. ગાંધી જયંતિ પ્રસંગે નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. દેશને આઝાદી અપાવવા માટે તેમણે અંગ્રેજો સામેની લડતનું નેતૃત્વ કર્યું હતું. અહિંસક વિરોધના તેમના મંત્રને આજે આખી દુનિયા સન્માન સાથે યાદ કરે છે.

રાષ્ટ્રપતિનો સંદેશ:

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને ભારતને મહાત્મા ગાંધીના સપનાનો દેશ બનાવવાનો સંકલ્પ લેવાનું કહ્યું હતું. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે, ગાંધી જયંતિ તમામ ભારતીયો માટે વિશેષ દિવસ છે. આ અવસર આપણા તમામ માટે ગાંધીના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો મોકો છે. આ અવસર આપણા દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરવાની પ્રેરણા આપે છે.

Total
0
Shares
Previous Article

Xiaomi કેશલેશ પેમેન્ટ માટે કર્યુ નવું ઈનોવેશન, NFCથી સજ્જ વોચ સ્ટ્રેપ કરશે લોન્ચ

Next Article

'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના નટુકાકાએ દુનિયાને કહ્યું અલવીદા, 77 વર્ષની ઉંમરે નિધન

Related Posts
Read More

ટોકિયો ઓલિમ્પિકઃ મીરાબાઈ ચાનુએ સર્જયો ઈતિહાસ, વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર

ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. 49 કિલોની કેટેગરીમાં મીરાબાઈ…
Read More

ગુજરાતમાં આગામી ચાર દિવસ છે ભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં Red Alert

સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં (Heavy rainfall in Saurashtra) મેધમહેરની સ્થિતિ મેઘકહેરમાં પરિવર્તિત થઇ છે. ત્યારે હવામાન વિભાગે (weather…
Read More

નેપાળમાં યોજાયેલી સ્પર્ધામાં દ્વારકાની કૃપાએ જીત્યો ગોલ્ડ મેડલ, 1500 મીટરની દોડ 5.13 મિનિટમાં પૂરી કરી

કૃપાએ 1500 મીટરની દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યુ છે.  દેવભૂમિ દ્વારકા…
Read More

અરવિંદ કેજરીવાલજીએ કરી શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આપી પાંચ મોટી ગેરંટી…

જેમ જેમ આવનારી વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેવી જ રીતે ધીમે ધીમે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો…
Total
0
Share