RCB vs KKR, Eliminator : વિરાટનું IPL જીતવાનું સપનું રોળાયું, કોલકાતાનો રસાકસી બાદ વિજય

IPL 2021, Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Eliminator Live Cricket Score: આજની મેચમાં જે ટીમની હાર થશે એ ટીમ આઈપીએલમાંથી બહાર થઈ જશે સાથે જ જીતનારી ટીમની ટક્કર દિલ્હી કેપિટલ્સ સાથે થશે.

આઈપીએલ 2021 (IPL 2021) માં કેકેઆર (KKR)સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે. ટીમે એલિમિનેટર સામે આરસીબી(RCB)ને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે વિરાટ કોહલી (Virat Kohli)ના નેતૃત્વમાં આરસીબીની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. કોહલીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે સિઝન બાદ ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. એટલે કે કોહલીની કેપ્ટનશિપ કારકિર્દી આઈપીએલ ટ્રોફી વિના સમાપ્ત થઈ. અત્યાર સુધી તે એક ખેલાડી તરીકે પણ આઇપીએલ ટ્રોફી જીતી શક્યો નથી. મેચમાં પ્રથમ રમીને RCB એ 7 વિકેટે 138 રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર ​​સુનીલ નારાયણે 4 વિકેટ લીધી હતી. KKR એ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 6 વિકેટે હાંસલ કર્યો હતો. ટીમ હવે 13 ઓક્ટોબરે ક્વોલિફાયર -2 માં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

IPL 2021, Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Eliminator Live Cricket Score

    • 19.4 ઓવરમાં જ કોલકાતાએ મેચ જીતી લીધી અને હવે કોલકાતાની ટક્કર ગિલ્હી સામે થશે.
    • 17મી ઓવરના ચોથા બોલ પર દિનેશ કાર્તિક 10 રન કરીને આઉટ થયો હતો. 
    • 17મી ઓવરના બીજા બોલ પર સુનીલ નારાયણ 26 રન કરીને આઉટ થયો હતો.
    • 14મી ઓવરના બીજા બોલ પર નીતિશ રાણા 23 રન કરીને આઉટ થયો હતો.
    • 10મી ઓવરના છેલ્લા બોલ પર વેંકટેશ અચ્ચર 26 રન કરીને આઉટ થયો હતો. 
    • છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર રાહુલ ત્રિપાઠી  6 રન કરીને આઉટ થયો હતો. 
    • કોલકાતાની પ્રથમ વિકેટ પાંચમી ઓવરના બીજા બોલ પર પડી શુભમન ગિલ 29 રન કરીને આઉટ થયો હતો. 
    • રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી 138 રન કર્યા હતા અને કોલકાતાને જીત માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
    • 19મી ઓવરના ચોથા બોલ પર ડેનિયલ ક્રિશ્ચિઅન 9 રન કરીને આઉટ થયો હતો. 
    • 18મી ઓવરના છેલ્લા બોલ પર શાહબાઝ અહેમદ 13 રન કરીને આઉટ થયો હતો. 
    • 16મી ઓવરના બીજા બોલ પર ગ્લેન મેક્સવેલ  15 રન કરીને આઉટ થયો હતો.
    • 14મી ઓવરના બીજા બોલ પર ડી વિલિયર્સ 11 રન કરીને સુનિલ નારાયણના બોલ પર બોલ્ડ થતા આરસીબીની ચોથી વિકેટ પડી હતી.
    • બારમી ઓવરના બીજા બોલ પર વિરાટ કોહલી 39 રન કરીને આઉટ થયો અને આરસીબીની ટીમની ત્રીજી વિકેટ પડી હતી.
    • નવમી ઓવરના ચોથા બોલ પર શ્રીકાર ભારત 9 રન કરીને સુનિલ નારાયણનો શિકાર બન્યો હતો.
    • પાંચમી ઓવરના પહેલા બોલ પર દેવદત્ત પડિક્કલ 21 રન કરીને આઉટ થયો હતો.
    • રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

અગાઉ ટોસ જીત્યા બાદ પહેલા રમવા ઉતરેલી આરસીબીની ટીમ સારી શરૂઆત બાદ વિખેરાઇ ગઇ હતી. ટીમનો સ્કોર એક સમયે એક વિકેટ માટે 69 રન હતો. પરંતુ તે પછી ટીમ ડૂબી ગઈ. ટીમ 7 વિકેટે માત્ર 138 રન સુધી જ પહોંચી શકી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. આ સિવાય દેવદત્ત પડિકલે પણ 21 રન બનાવ્યા હતા. એબી ડી વિલિયર્સ 11 અને ગ્લેન મેક્સવેલ માત્ર 15 રન બનાવી શક્યા હતા. KKR માટે ઓફ સ્પિનર ​​સુનીલ નારાયણે 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસનને 2 વિકેટ મળી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સ (Royal Challengers Bangalore)- શુભમન ગિલ, વેંકટેશ અય્યર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન (c), દિનેશ કાર્તિક (wk), શાકિબ અલ હસન, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

Total
0
Shares
Previous Article

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોએ 5 જવાનોની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 5 આતંકી ઠાર

Next Article

13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

Related Posts
Read More

મુકેશ અંબાણીનાં ઘરમાં છે એક ખાસ રૂમ, જે યુરોપનાં બર્ફીલા પર્વતીય ક્ષેત્રોનો અહેસાસ કરાવે છે, જુઓ ફોટોઝ

  રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણી પોતાની અમીરી થી ભારત અને એશિયા નહીં પરંતુ દુનિયાનાં ધનિકોનાં લિસ્ટમાં આવે છે.…
Read More

જે ટાટા કારની ખૂબ આતુરતાથી જોવાતી હતી રાહ આખરે તે , 4 ઓગસ્ટે થઈ રહી છે લોન્ચ…

ટાટા મોટર્સ તેની અપડેટ થયેલ કોમ્પેક્ટ ક્રોસઓવર ટિયાગો એનઆરજીના લોન્ચિંગનું કામ ચાલુ છે. હવે ખાતરી થઈ ગઈ છે…
Poloforest_Gujarat_aapnucharotar
Read More

ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ,જે છે ગુજરાતનું મીની કાશ્મીર-Polo Forest of Gujarat

ગુજરાતનું મીની કાશ્મીર વિજયનગર ફોરેસ્ટના નામથી પણ જાણીતું છે. પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 156 કિલોમીટર દૂર આવેલ 420…
Total
0
Share