13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)13 ઓક્ટોબરે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PM Gati Shakti Yojana)લોન્ચ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના (Central Government)16 મંત્રાલયો અને વિભાગોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. તેના દ્વારા કેન્દ્ર સરકારની બધી મોટી યોજનાઓ માટે બધા વિભાગોમાં સમન્વય સ્થાપિત થશે. દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે.

ગતિ શક્તિ યોજના અંતર્ગત એક વેબસાઇટ લોન્ચ થશે જેમાં કેન્દ્ર સરકારની વર્ષ 2024-25 સુધીની બધી મોટી યોજનાઓની પૂરી જાણકારી હશે. સૂત્રોના મતે દરેક પ્રોજેક્ટનું સ્થાન, તેનો ખર્ચ, પરિયોજના તૈયાર થવાની તારીખ, તેના ફાયદા અને ખતરા, આ બધી જાણકારી વેબસાઇટ પર મુકવામાં આવશે.

પ્રોજેક્ટમાં થ્રીડી ઇમેજનો થશે પ્રયોગ

આ પ્રોજેક્ટની GIS મેપિંગ અને થ્રીડી ઇમેજ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે કોઇપણ વ્યક્તિ આસાનીથી જાણી શકશે કે તે પ્રોજેક્ટ કયા પ્લોટ પર છે. કયા ગામ કે શહેરમાં છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું છે. તે પ્રોજેક્ટની આજુબાજુમાં શું છે.

આ રીતે એક વિભાગના મોટા પ્રોજેક્ટની બધી જાણકારી બીજા વિભાગને મળી જશે. તેનો ફાયદો એ થશે કે બીજો વિભાગ પણ પોતાની કોઇ યોજનાની પહેલથી રહેલી જાણકારીના આધારે તૈયાર કરશે. બધા વિભાગ અને મંત્રાલય એકબીજાને સમન્વય સ્થાપિત કરીને તેનો ફાયદો ઉઠાવશે. તેમાં ખાસ રીતે એવી યોજના જોડવામાં આવી છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે. જેમાં રેલ, સડક, સિવિલ એવિએશન, શિપિંગ, કપડા, ફૂડ પ્રોસેસિંગ, સ્ટિલ જેવા 16 મંત્રાલયો અને વિભાગોને રાખવામાં આવ્યા છે.

આ યોજના સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે હાલ એક મંત્રાલય શું કરી રહ્યું છે તેની બીજા મંત્રાલયને ખબર હોતી નથી. તેથી હવે વેબસાઇટ દ્વારા કોઇપણ મોટા પ્રોજેક્ટની બધી જાણકારી એક સ્થાને ઉપલબ્ધ રહેશે. એટલે કે જો કોઇ ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તો તેના આધારે નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની સડક યોજનાનો પ્લાન બનાવશે.

સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆતથી એ ઇચ્છતા હતા કે સરકારનું દરેક મંત્રાલય એકબીજા સાથે જોડાયેલ હોય. તેનાથી મોટા પ્રોજેક્ટમાં પૈસાની બચત કરવી સંભવ થશે. સાથે યોજનાને જલ્દી પૂરી કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીની ગતિ શક્તિ યોજના તેમના આ સપનાને સાકાર કરે છે.

Total
0
Shares
Previous Article

RCB vs KKR, Eliminator : વિરાટનું IPL જીતવાનું સપનું રોળાયું, કોલકાતાનો રસાકસી બાદ વિજય

Next Article

CNGના ભાવમાં વધુ એક વખત વધારો, અઠવાડિયામાં જ 5.19 રૂપિયા વધી ગયા, રિક્ષા યૂનિયનની આંદોલનની ચીમકી

Related Posts
Read More

e-Rupi Launch by PM Modi: PM નરેન્દ્ર મોદીએ e-RUPI લોન્ચ કર્યું, કેશલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન વિશે જાણો બધું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ આજે ​​ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઇ-રૂપી (e-RUPI)શરૂ કર્યું. વડાપ્રધાન મોદીએ 2 ઓગસ્ટ 2021 ના ​​રોજ…
Read More

UPSCમાં ગુજરાતનો ડંકો, સુરતના કાર્તિકે ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

સુરતના કાર્તિક જીવાણીની સફળતાની પ્રેરણાત્મક કહાણી, અગાઉ 84માં રેન્ક મેળવ્યો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં…
Read More

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં આગામી…
Read More

સામાન્ય જનતાને મોટો આંચકો, આજથી આટલા રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર

આ વર્ષે 190.50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, જાણો સપ્ટેમ્બરમાં કેટલો થયો ભાવવધારો. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે…
Total
0
Share