રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે.વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 22 ઓગસ્ટથી રાજ્યભરમાં વરસાદ નું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદ પડશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહેશે.
આજે પણ ગુજરાતમાં વરસાદી મહેર
ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે. તેમજ શહેરમાં હળવા વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે તેમજ હળવો વરસાદ થવાની શક્યતા છે.
ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉતર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તો દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે,તેમજ વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે, તો દિવસ દરમિયાન સારો વરસાદ થશે. પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં આવા છે મેઘાના મંડાણ
જો સૌરાષ્ટ્રના રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ હળવા વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદી માહોલ રહેશે.સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 29 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.