એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 5 વિકેટે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ભારતે 148 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ભારતને આ લક્ષ્યાંકને પાર પાડવામાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો મહત્વનો ફાળો રહ્યો હતો. જ્યારે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી. હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ દેખાવ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.