સબ ટીવી પર પ્રસારિત થતી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં તો તમે જોઈ જ હશે.વર્ષ ૨૦૦૮થી આ સિરિયલ ન માત્ર યુવાનો અને બાળકો પરતું વૃદ્ધ ને પણ મનોરંજન પૂરું પાડી રહી છે.
જો કે લોકોને વર્ષોથી મનોરંજન પૂરું પાડતી આ સિરિયલ પર હાલમાં ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.હાલમાં આ સિરિયલ ની ટીમના એક બાદ એક નિધન ના સમાચાર સામે આવી રહ્યા છે.
થોડા વર્ષ પહેલા જ સિરિયલમાં ડોકટર હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ નું મોત થયું હતું.જે બાદ સિરિયલમાં નટુકાકા નું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકે પણ દુનિયામાંથી વિદાય લીધી હતી.
એવામાં હાલમાં આ સિરિયલ ના વધુ એક ટીમ મેમ્બર ના નિધનના સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર ટીમમાં મેકઅપ આર્ટિસ્ટ નું કામ કરનાર આનંદ પરમાર નું અચાનક નિધન થયું છે.
આનંદ પરમાર છેલ્લા ૧૦ દિવસથી બિમાર હતાં. ટીમ મેમ્બરો તેમને પ્રેમથી દાદા કહી બોલાવતાં હતાં.શોની ટીમ તેમની સાથે ખુબ લાગણીથી જોડાયેલી હતી. જેથી તેમના નિધનના સમાચાર મળતાં જ સૌ લોકો ચોંકી ગયા હતાં. જેને કારણે તેમના નિધન બાદ એક દિવસ સીરિયલનું શુટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું.