આણંદ તરફના બ્લોકની બનાવેલી દિવાલ ધડાકાભેર જમીનદોસ્ત થઇ ગઇ હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી.બોરસદ ચોકડી પર બની રહેલા રેલવે ઓવરબ્રિજ નીચેથી પસાર થતી પાણીની લાઇન તૂટી ગઇ હતી. જેના કારણે રેમ્પ માટે પાથરેલી માટીનું ધોવાણ થયું હતું. આ ઉપરાંત બ્લોકને પણ નુકશાન થયું હતું. આ અંગે જાણ થતાં બ્રિજનું કામ અટકાવી રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, તે પહેલા બ્રિજને 3થી 4 કરોડનું નુકશાન થઇ ચુક્યું હતું
બ્રિજને 3થી 4 કરોડનું ભારે નુકશાન
આણંદમાંથી પસાર થતાં દાંડી માર્ગ પર બોરસદ ચોકડી પર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું મહત્તમ કામગીરી પૂર્ણ થવામાં હતી. પરંતુ આણંદ તરફના રેમ્પમાં માટી પાથર્યા બાદ તેના પર ડામર પાથરવાની જ કામગીરી બાકી હતી. પરંતુ મંગળવારના રોજ આણંદ તરફના છેડાની નીચેથી પસાર થતાં પાલિકાની પાણીની લાઇન તુટી ગઇ હતી. જેના કારણે હજારો લીટર પાણી ધસમસતું બહાર આવવા લાગ્યું હતું. આ પાણી સીધું બ્રિજ નીચે જતાં માટીનું ધોવાણ શરૂ થયું હતું. હજુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ નિર્ણય લેવાય તે પહેલા મોટા પ્રમાણમાં માટીનું ધોવાણ થતાં બ્લોકનું સંતુલન બગડ્યું હતું અને ધડાકાભેર એક તરફની દિવાલ તુટી પડી હતી.
આ ઉપરાંત અનેક બ્લોક તુટી ગયાં હતાં. આ ઘટનાના કારણે બ્રિજને 3થી 4 કરોડનું ભારે નુકશાન થયું છે. આ ઉપરાંત આણંદ તરફના છેવાડાનું કામ નવેસરથી કરવાના કારણે કામગીરી લંબાશે.
આણંદમાં બોરસદ ચોકડી પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરતાં પહેલા તે સ્થળે પાલિકાની મિલકતો ખસેડવી જરૂરી હતી. જેમાં ગટર લાઇન, પાણીની લાઇનનો સમાવેશ થાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જે કામ પૂર્ણ પણ થવા આવ્યું હતું. દરમિયાનમાં લાઇન તુટી જતાં બ્રિજને ભારે નુકશાન થયું છે. હવે રહી રહીને જાગેલા કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન સિફ્ટ કરવામાં આવશે. હાલ આ લાઇન બદલવાની જવાબદારી કોની ? તે પ્રશ્ન પ્રજામાં ચર્ચાઇ રહ્યો છે.
આણંદના બોરસદ ચોકડી ના બ્રિજ ને તૈયાર થવા માટે પ્રજાની કાકડોળે જોવાતી રાહ
રેલ્વે બ્રિજ ની ધીમી કામગીરી ને લઈને પ્રજાએ સહન કરવું પડે છે …સવારે તથા સાંજે રોજબરોજ ના કાર્યમાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.