Sardar Patel University ને સરકાર દ્વારા મળી 3 કરોડની ગ્રાંટ.

ઈનોવેશન પોલીસી અંતર્ગત સરકાર દ્વારા ફાળવણી કરાઈ.(Sardar Patel university)

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે Sardar Patel university ને 3 કરોડની ગ્રાંટ

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી (એસએસઆઈપી) અંતર્ગત વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીને રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેને પગલે હવે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમના સંશોધન અને વિકાસને નવી ઉડાન આપશે.

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીને(Sardar Patel university) વર્ષ 2017-18માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીઓને નવા ઇનોવેશન્સ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP)ની ગ્રાન્ટ ફાળવીને શરૂ કરવામાં આવી હતી. તેની સફળતાના ભાગરૂપે કેટલાંક કાર્યક્રમ યોજાયા હતા જેમકે એસ.એસ.ઈ.પી. સેન્સીટાઇઝેશન વર્કશોપ્સ, આઈડીયાઝનું પ્રદર્શન, IPR પ્રોગ્રામ, ગ્લીમરીંગ-2022 જેના પરિણામ સ્વરૂપે કુલ 39 વિદ્યાથીઓ તરફથી વિવિધ પ્રોજેક્ટસ મળ્યાં હતાં અને 11 ઇનોવેટીવ આઈડિયાઝને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

જેમાંથી કુલ 4 પ્રોજેક્ટસના પ્રોટો ટાઇપ સફળતાપૂર્વક આગળ વધી રહ્યાં છે અને બીજા પ્રોટોટાઇપ પર કામ ચાલી રહ્યું છે. સરકારે વર્ષ 2015-16માં સ્ટાર્ટઅપ પોલીસી બનાવીને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી હતી. ગુજરાત સરકારની એસએસઆઈપી 1.0ની પહેલના કારણે ગુજરાતમાં 180થી વધુ ઇન્ક્યુબેટર-શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ નેટવર્ક સ્ટાર્ટઅપ્સને સમર્થન આપી રહ્યું છે.

આ પહેલને કારણે, ગુજરાતે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં પ્રાઈમ મીનીસ્ટર અવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017 પણ મળ્યો છે. નોંધનીય છે કે, 14મી ઓક્ટોબરે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રોફેસર નિરંજન પી. પટેલને ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ ગ્રાન્ટ એનાયત કરાઈ હતી.(Sardar Patel university)

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીની ઉપલબ્ધિઓ

  • રાજ્યની 186 સંસ્થાઓ/યુનિવર્સિટીઓનો SSIP ગ્રાન્ટી સંસ્થા તરીકે સમાવેશ કરેલ છે.
  • આજ સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા 2132 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે.
  • વિદ્યાર્થીઓ દ્વારા 1122 જેટલી પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે
  • વિદ્યાર્થીઓના 6376 જેટલા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રોજેકટનું નિર્માણ થયું

શિક્ષણ વિભાગ દ્વારા અપાનારા પ્રોત્સાહનો

  • યુનિવર્સિટીઓ ઇનોવેશન માટે આગામી પાંચ વર્ષમાં 5 કરોડ સુધીનો લાભ મેળવી શકે છે.
  • સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને ટેકો આપવા પાંચ વર્ષમાં 2 કરોડ સુધીનો લાભ
  • સ્ટાર્ટઅપ/ઇનોવેશન માટે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીના સ્ટાર્ટઅપ્સને સીડ ગ્રાન્ટ
  • ઈનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને 2.5 લાખ સુધીનો સપોર્ટ.

Click other blog and News…

Total
0
Shares
Previous Article

ગુજરાત: આણંદ પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

Next Article

કોઈ પણ સંજોગોમાં ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય: BCCI નો નીડર નિર્ણય

Related Posts
Read More

કોઈ પણ સંજોગોમાં ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય: BCCI નો નીડર નિર્ણય

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ(Asia Cup 2023)માં ભાગ લેવા નહીં જાય તેના…
Read More

આણંદને મળી અમૂલ્ય ભેટ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે ‘ડ્રાઇવિંગ ડબલ એન્જિન યુવા…
Read More

આણંદ વ્યાતયામ શાળા ખાતે રૂા. ૬૦ કરોડના ખર્ચે ૨૦૦ પથારીની સિવિલ હોસ્પિપટલનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે – શ્રી નીતિનભાઇ પટેલ

રાજય સરકાર મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા સંકલ્‍પબધ્‍ધ છે :: નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ :: જનસેવા…
Total
0
Share