PM મોદીએ કેદારનાથ બાદ બદ્રીનાથમાં પૂજા કરી:મોદી હવે માણા પહોંચ્યા, PM આજે રાત્રે વિષ્ણુના ધામમાં રોકાશે

મોદીએ કેદારનાથમાં 20 મિનિટ ભોલેનાથની પૂજા કરી હતી.

  • કેદારનાથમાં હિમાચલી ટોપી અને વિશેષ સફેદ ડ્રેસમાં બાબાનાં દર્શન કર્યા હતા.
  • ડ્રેસ હિમાચલની મહિલાઓએ ભેટમાં આપ્યો છે.

કેદારનાથમાં બાબા ભોલેનાથના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદ્રીનાથ પહોંચ્યા હતા. પીએમ મોદી આજે રાત્રે વિષ્ણુનું ધામ બદ્રીનાથમાં જ રોકાશે. મોદી શુક્રવારે 9.45 વાગ્યે કેદારનાથ પહોંચ્યા હતા. તેઓએ અહીંના ગર્ભગૃહમાં લગભગ 20 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી હતી.(PM Modi visited Kedarnath)

વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ પીએમ મોદી બદ્રીનાથ પહોંચી ગયા છે. અહીં તેઓ બદ્રીનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. આ પછી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. મોદી અહીં 3400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાંચ વખત કેદારનાથની મુલાકાત લીધી હતી. મોદીએ શુક્રવારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા, મોદીએ ગર્ભ ગૃહમાં લગભગ 20 મિનીટ સુધી બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર 3 મે 2017ના રોજ કેદારનાથ ગયા હતા.

બાબાના દર્શન બાદ મોદી આદિ શંકરાચાર્યની સમાધિના દર્શન કરવા ગયા હતા. આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી આ પ્રતિમાનું વજન 28 ટન છે. તે મૈસુરમાંથી પસંદ કરાયેલા ગ્રેનાઈટ પત્થરોમાંથી બનાવવામાં આવી છે.

મોદી હિમાચલી ટોપી અને ખાસ સફેદ ડ્રેસમાં જોવા મળ્યા

બાબાના દર્શન કરવા પહોંચેલા મોદી હિમાચલી ટોપી અને ખાસ સફેદ ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ ડ્રેસ ચંબાની મહિલાઓ દ્વારા હાથથી બનાવવામાં આવ્યો છે. સફેદ ડ્રેસમાં પીઠના ભાગે સ્વસ્તિક બનાવેલું છે. મહિલાઓએ આ ડ્રેસ વડાપ્રધાનને ભેટમાં આપ્યો છે. પીએમ 8 વર્ષમાં છઠ્ઠી વખત કેદારનાથ પહોંચ્યા છે. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પીએમ મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કેદારનાથમાં રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

પીએમ મોદીએ કેદારનાથમાં લગભગ 946 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રાષ્ટ્રીય હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડના એન્જિનિયરે જણાવ્યું કે વડાપ્રધાનને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે, જે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલમાં આ અંતર કાપવામાં લગભગ છ કલાકનો સમય લાગે છે, રોપ-વેના નિર્માણ બાદ આ યાત્રા 30 મિનિટમાં પૂર્ણ થશે.

રોપ-વેનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિનાં દર્શન કર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ મંદાકિની અને સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. કેદારનાથ ધામના દરવાજા 27 ઓક્ટોબરે, જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ થઈ રહ્યા છે.

પીએમ અત્યારસુધીમાં પાંચ વખત કેદારનાથ જઈ ચૂક્યા છે

પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીની કેદારનાથની આ છઠ્ઠી મુલાકાત છે. પહેલીવાર તેઓ 3 મે 2017ના રોજ કેદારનાથ ધામ ગયા હતા. એ પછી 19 ઓક્ટોબર 2017માં તેમણે કેદારનાથ ધામમાં દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી, સાથે સાથે અનેક નિર્માણકાર્યોનો શિલાન્યાસ પણ કર્યો હતો. 7 નવેમ્બર 2018માં દિવાળીના અવસર પર પીએમ મોદી કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

આ પછી 18 મે, 2019ના રોજ લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરો થયા પછી બીજા દિવસે તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક ગુફામાં ધ્યાન ધર્યું હતુ. પીએમ મોદીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. 5 નવેમ્બર, 2021ના રોજ તેમણે કેદારનાથમાં અનેક વિકાસ પરિયોજનાઓ શરૂ કરી.ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.(PM Modi visited Kedarnath)

Click other blog and news…

Total
0
Shares
Previous Article

કોઈ પણ સંજોગોમાં ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય: BCCI નો નીડર નિર્ણય

Next Article

ભારતીય ક્રિકેટ બોર્ડનો ઐતહાસિક નિર્ણય, પુરુષ અને મહિલા ખેલાડીઓને એક સરખી મેચ ફી મળશે

Related Posts
Read More

ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ…
Read More

કોવિડ-19 : ભારતે એક દિવસમાં 1 કરોડથી વધારે વેક્સીનેશનનો બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

COVID-19 vaccinations- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડ વેક્સીનના 4.05 કરોડથી…
Read More

Paytm 35 હજાર રૂપિયાની સેલેરી પર 20 હજાર અંડરગ્રેજ્યુએટ્સને કરશે હાયર, જાણો કેવી રીતે કરશો અરજી

જો તમે નોકરીની શોધમાં તો તમારા માટે એક સારા સમાચાર છે. દેશની મોટી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કંપની પેટીએમ…
Total
0
Share