સવારે ખાઈ લ્યો આ વસ્તુ, ગોળીઓ ખાધા વગર બી.પી. થઈ જશે કાબુમાં…
તમે કિસમિસનું સેવન કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય મધ સાથે કિસમિસનું સેવન કર્યું છે. કિસમિસ અને મધનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે . કારણ કે કિસમિસ અને મધ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે.
કિસમિસ અને મધના મિશ્રણનું સેવન કરવાથી એનિમિયા દૂર થાય છે. આ સાથે જ આ મિશ્રણનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
કિસમિસમાં વિટામીન એ, વિટામીન સી, બીટા કેરોટીન, ફાઈબર, કેલ્શિયમ જેવા તત્ત્વો મળી આવે છે, જ્યારે મધમાં વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે તમને આ રોગથી બચાવવામાં મદદ કરે છે.