ભાજપે હર્ષદ પટેલ અને તેમની પેનલને કાપી અને અન્ય લોકોને હોદ્દા આપવાનું નક્કી કરવામાં આવ્યું
ભાજપ સામે બળવો કરી પાર્ટી મેન્ડેડ વિરૂધ્ધ જઈ બનેલા પ્રમુખ – ઉપ પ્રમુખના રાજીનામાં બાદ શુક્રવારે યોજાયેલ ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ પર પ્રમુખ પદે ગૌતમસિંહ દલપતસિંહ ચૌહાણ જ્યારે પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલ ઉપ પ્રમુખ બીન હરીફ થયા હતા.
અગાઉ કઠલાલ પાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેડ વિરુદ્ધ પાંચ સભ્યોએ મતદાન કરવામાં આવતા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા પાંચેવ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને થોડા દિવસમાં જ બળવો કરી પ્રમુખ અને ઉપ પ્રમુખ બેનલા પ્રશાંતભાઈ પટેલ અને જીજ્ઞેશભાઈ ભાવસાર દ્વારા જિલ્લા કલેક્ટરને અંગત કારણોસર રાજીનામુ ધરી દીધું હતું.જેને કઠલાલમાં રાજકીય ગરમાવો વધ્યો હતો. પ્રમુખ અને ઉપ પ્રમુખના રાજીનામાંને લઈ 29 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજીનામાં બાદ પણ અજય બ્રહ્મભટ્ટ દ્વારા પાલિકાના સભ્યોની સેન્સ લેવામાં આવી હતી.તે સમયે પણ સભ્યો દ્વારા હર્ષદ પટેલનો વિરોધ દર્શાવ્યો હતો.જેથી જીજ્ઞેશ ભાવસારને પ્રમુખ અને પ્રશાંત પટેલને ઉપ પ્રમુખ બનાવવા સહમતી પણ દર્શાવાઈ હતી.પરંતુ પ્રશાંત પટેલ સાથે વધુ એક વખત ભાજપ દાવ કરવાની પેરવી કરતી હોવાની ગંધ આવતા 14 સભ્યો સાથે પ્રશાંત પટેલ છેલ્લા ચાર દિવસથી કઠલાલની બહાર નિકળી ગયા હતા.જેથી ભાજપ દ્વારા પણ સત્તાનું પૂરું જોર મારી તમામને ચૂંટણીના આગલા દિવસે નડિયાદ ભેગા કરાયા હતા.અને આખરે ભાજપે હર્ષદ પટેલ અને તેમની પેનલને કાપી અને અન્ય લોકોને હોદ્દા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.અને શુક્રવારે બપોરે 12 કલાકે પાલિકા ખાતે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ગૌતમસિંહ ચૌહાણ અને ઉપ પ્રમુખ પદે પ્રશાંત પટેલના નામનું મેન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું.જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હર્ષદ પટેલ પાલિકામાંથી બહાર નિકળી ગયા હતા.સમગ્ર ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સહીત પાર્ટીના હોદ્દેદારોએ ખાસ હાજરી આપી હતી.
ભાજપે જાહેર કરેલ હોદ્દેદારો
1.પ્રમુખ – ગૌતમસિંહ દલપતસિંહ ચૌહાણ
2.ઉપ પ્રમુખ – પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલ
3.કારોબારી ચેરમેન – જીજ્ઞેશકુમાર ભાવસાર
4.પક્ષના નેતા – પ્રકાશભાઈ પટેલ
5.દંડક – નિલેશકુમાર પરમાર