લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

રાજ્યની 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા 05 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.07/05/2024ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPICની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ ऽरेन Unique Disability ID (UDID) સમાવેશ થાય છે.

Total
0
Shares
Previous Article

હિટવેવને ધ્યાને લઇ બૂથો પર 390 મંડપ ઉભા કરાશે

Next Article

ચૂંટણીના પડઘમ શાંત | બંને પક્ષો પોતાના મળતિયા થકી ચા-નાસ્તા તથા ભોજન સમારોહના આયોજન શરૂ

Related Posts
Read More

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો 2017 માં અપક્ષ કાઉન્સિલર પ્રેગ્નેશ પટેલ પર…
Read More

13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)13 ઓક્ટોબરે…
Read More

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોએ 5 જવાનોની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 5 આતંકી ઠાર

કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના TRFથી છે પુંછ (Poonch) બાદ હવે શોપિયાંમાં…
Read More

સરકારની મોટી જાહેરાત, શેરી-ગરબામાં 400 લોકોને મંજુરી, રાત્રી કરફ્યૂમાં 1 કલાકની રાહત

રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને…
Total
0
Share