ASTRAZENECA સ્વીકારેલી હાલની બાબત લોકો માટે ચિંતા રૂપ બની ગઈ છે. ASTRAZENECAએ સ્વીકાર્યું છે કે કોવિડ શિલ્ડ રસી લીધા પછી તેની સાઇડ ઇફેક્ટ ના રૂપમાં હાર્ટઅટેક આવવાની સંભાવના છે. શુ જે વ્યક્તિએ વેક્સિન લીધી છે. તેમણે હાલમાં ડરવાની જરૂર છે? શું આ વેક્સિનથી હાર્ટ અટેક આવે છે? આવા જ પ્રશ્નોનો જવાબ અહીં આપવામાં આવ્યા છે.
આ વ્યક્તિને લીધી છે તેને હાલમાં ડરવાની જરૂર છે?
ના. કારણ કે આ વેક્સિન લીધા પછીના છ મહિનામાં તેના સાઇડ ઇફેક્ટ દેખાઈ આવે છે. આમ જે વ્યક્તિએ આ વેક્સિન લીધી છે. તેના છ મહિના સુધી આના સાઇડ ઇફેક્ટ દેખાઈ આવશ, એક કે દોઢ વર્ષ પછી આના કોઈ સાઈડ ઈફેક્ટ દેખાતા નથી . એથી જેણે વેક્સિન લીધી છે તેણે ડરવાની જરૂર નથી.
શુ આ વેકસીન થી હાર્ટ અટેક આવે છે?
તો તેના જવાબમાં એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. અને ASTRAZENECAની સ્વીકારેલી હાલની બાબત એ છે. કે હા સાઈડ ઈફેક્ટ ના રૂપમાં હાર્ટ અટેક આવવાની સંભાવના છે. પરંતુ હાર્ટ અટેક એક સાઈડ ઈફેક્ટ હોવાથી એ માત્ર છ મહિનાની અંદર નજરે પડી જાય છે. વેક્સિન લગાવ્યા ના એક કે દોઢ વર્ષ પછી આની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી. આથી આપણે ગભરાવવાની કોઈ જરૂર નથી.
શુ જે લોકોએ આ વેક્સિન લીધી છે તેમણે ડરવાની જરૂર છે?
આપણે કહી શકીએ કે હાલના આ સોશિયલ મીડિયા અને આધુનિક જમાનામાં ઇન્ફ્લુએન્સર આપણી ઉપર પ્રભાવ પાડવા માટે કોઈપણ ઇન્ફોર્મેશન કંઈ પણ જાણ્યા વગર વિચાર્યા વગર પાસ કરી દે છે. જેના કારણે વ્યક્તિઓ સુધી ખોટી માહિતી પહોંચી જાય છે. આથી લોકો ડરી જાય છે. આમ જો આની સાચી માહિતી આપણી પાસે હોય તો આપણે ડરવાની કોઈ જરૂર નથી.તે ખૂબ જ પ્રભાવ દાયક છે કે ASTRAZENECA તેની દવાના side effect નો ખુલાસો કર્યો છે.
આપણા જેટલા ભાઈ બહેનો એ કોવિડ શિલ્ડ લીધી છે. તેઓ એ આ બાબત પોતાના પર હાવી ન થવા દેવી જોઈએ. કોવિડ શિલ્ડ ની લાંબા સમય ગાળા ની અસર વ્યક્તિ ના શરીર ની તંદુરસ્તિ પર આધારિત છે. જો કોઈ વ્યક્તિને ભય હોય તો તે આખા શરીર નો રિપોર્ટ કરાવી શકે છે.તેથી ઈન્ફલ્યુએન્સર ની વાતો ને ફક્ત એન્ટરટેઇન્મેન્ટ પુરતુ લેવુ અને ડોક્ટર ની સલાહ માનવી .