કોરોના વાયરસ મહામારીએ દરેક લોકોને પરેશાન કરી રાખેલ છે. પહેલા પહેલી લહેર અને હવે બાદમાં બીજી લહેર થી દરેક લોકો પરેશાન થઈ ગયા હતા. હોસ્પિટલ થી લઈને લોકોનાં ઘર સુધી દરેક જગ્યાએ કોરોના સંક્રમિત નજર આવી રહ્યા હતા. લોકોને કોરોના થી બચવા માટે જણાવવામાં આવ્યું હતું કે આપણે માસ્ક પહેરવું જોઈએ, ઘરેથી કોઇ જરૂરી કામ વગર બહાર નીકળવું જોઈએ નહીં, સામાજિક અંતરનું ધ્યાન રાખવું જોઈએ. જેવી ઘણી વાતો અને લઈને લોકો જાગૃત થયા હતા.
તે સિવાય તે વાત આપણે બધા જાણીએ છીએ કે આપણે પોતાની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિરોધક ક્ષમતાને મજબુત જાળવી રાખવાની છે. કારણ કે કમજોર ઇમ્યુનિટી વાળા લોકો ઉપર કોરોનાનાં ખુબ જ ગંભીર પરિણામ જોવા મળે છે. તેવામાં લોકોએ ઘણી એવી ચીજો ખાવાથી શરૂ કરી દીધી હતી, જેનાથી તેમની ઇમ્યુનિટી મજબુત બની શકે. પરંતુ શું તમે જાણો છો કે અમુક ચીજો એવી પણ છે, જેનું સેવન કરવાથી તમારી ઇમ્યુનીટી કમજોર થઈ શકે છે. કદાચ તમે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ.
ખાંડનું વધારે પડતું સેવન
ખાંડનું વધારે પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ખાંડ માંથી બનેલી ચીજોનું સેવન કરવાથી શરીરમાં સુગરનું લેવલ વધી જાય છે. તે સિવાય એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોટીનની માત્રા પણ વધે છે. જે આપણી ઇમ્યુનિટીને કમજોર કરે છે. હાઇબ્લડપ્રેશરને લીધે આંતરડાનાં બેક્ટેરિયાને નુકસાન પહોંચી શકે છે. જેના કારણે ઇમ્યુન સિસ્ટમ કમજોર થાય છે.
મીઠું
મીઠું ખાવું આપણા શરીર માટે જરૂરી છે. કારણ કે તેનું સેવન ન કરવામાં આવે તો આયોડિનની કમી થઈ શકે છે. પરંતુ તે વાત આપણે ભુલવી જોઈએ નહીં કે બહાર પેકેટ માં મળતી ચિપ્સ, બેકરીમાં બનેલી ચીજો અને ફ્રોઝન મીઠા થી ભરપૂર હોય છે. શરીરમાં વધારે પડતું મીઠું સોજાને ટ્રિગર કરે છે અને ઓટો ઇમ્યુન બીમારીઓનો ખતરો વધારી શકે છે. સાથોસાથ મીઠું આપણા ઇમ્યુન સિસ્ટમને પણ પ્રભાવિત કરે છે.
કેફીન
ચા અને કોફી માં એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર માત્રા હોય છે. પરંતુ જો વધારે માત્રામાં આ ચીજોનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલ કેફીન તમારી ઊંઘમાં અડચણ ઊભી કરે છે. જેના લીધે સોજો વધી જાય છે અને તે આપણા શરીરની ઇમ્યુનિટીને પ્રભાવિત કરે છે. ઇમ્યુન સિસ્ટમને વધારવા માટે ચા-કોફીનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. કારણ કે તેમાં પૌષ્ટિક આહાર ની ભરપુર માત્રા ઓછી અને સુગરની માત્રા ખુબ જ વધારે હોય છે.
તળેલી ચીજો
ફ્રાઇડ ફુડ એટલે કે તળેલી ચીજોમાં ગ્લાઈકેશન એન્ડ પ્રોડક્ટ્સનાં મોલેક્યુલસ હોય છે, જેમાં સુગરની સાથે પ્રોટીન અને ફેટની માત્રા પણ ખુબ જ વધારે હોય છે. વળી એની વધારે માત્રા હોવાને લીધે ઇન્ફ્લેમેશન અને સેલ્યુલર સેલ્સને ડૅમેજ કરે છે. જેના કારણે આપણી ઇમ્યુન સિસ્ટમ પ્રભાવિત થાય છે. તેમાં આપણે બટેટાની ચિપ્સ, તળેલું ચિકન જેવી અન્ય તળેલી ચીજોનું સેવન ખુબ જ ઓછું કરવું જોઈએ.