રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણી પોતાની અમીરી થી ભારત અને એશિયા નહીં પરંતુ દુનિયાનાં ધનિકોનાં લિસ્ટમાં આવે છે. મુકેશ અંબાણી ભારતની સાથે જ એશિયાના પણ સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણીની અમીરી દરેક લોકો જાણે છે. રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણી પોતાના પુરા પરિવારને સાથે માયાનગરી મુંબઈમાં રહે છે.
મુંબઈમાં મુકેશ અંબાણીનું એક ખુબ જ સુંદર આલિશાન અને ખુબ જ કીમતી ઘર બનાવેલું છે. અંબાણીનાં ઘરનું નામ એન્ટિલિયા રાખવામાં આવ્યું છે, જેણે જોવામાં કોઈને પણ ડોકનો દુખાવો થઈ શકે છે, મતલબ કે તે એટલું ઊંચું છે. અંબાણીનું આ ઘર ૨૭ માળનું છે અને તેમાં આરામની દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં ખાસ જોવાલાયક છે કે તેમાં એક રૂમ ખુબ જ બર્ફીલો છે. અંબાણી પોતાના ઘરમાં એક રૂમ બનાવ્યો છે, જે ખુબ જ ખાસ છે. આજે તમને મુકેશ અંબાણીનાં આ ઘરનાં બર્ફીલા રૂમ સાથે અન્ય ખાસિયતોનો પણ પરિચય આપીશું.
બર્ફીલા આ રૂમને સ્નો રૂમ કહેવામાં આવે છે. એન્ટિલિયાનાંના આ બર્ફીલા રૂમની ખાસિયત વિષે તમે જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો. આ રૂમ થોડાક સમયમાં જ તમને યુરોપના પર્વતીય ક્ષેત્ર જેવો અનુભવ કરાવી શકે છે. જણાવી દઈએ તો આ સ્નો રૂમને સંપુર્ણ રીતે બર્ફીલા પર્વતની રીતે તૈયાર કરવામાં આવ્યો છે.
દુનિયાનાં સૌથી મોંઘા ઘરમાં સામેલ
આ રૂમ સંપુર્ણ રીતે સિલ રહે છે. ક્યારેક તાપમાન માઇનસમાં પણ જાય છે. આ પ્રકારનાં રૂમની અંદર કૂલિંગ પ્લાન્ટ, પંપ, ટ્રીમીંગ, ટ્રુંપલ પ્રોટેક્શન, પંખો, બરફ ઉત્પન્ન કરવા માટે ડિવાઇસ અને જાતે ચાલતું મશીનરી સિસ્ટમ છે. એક અંગ્રેજી ન્યૂઝ પેપર અનુસાર અંબાણીનું આ ઘર આર્ટિફિશિયલ બરફ ઉત્પન્ન કરવા સક્ષમ છે.
મુકેશ અંબાણીનું ઘર વર્ષ ૨૦૧૦માં બનીને તૈયાર થયું છે. જણાવવામાં આવે છે કે અંબાણીનું ઘર એન્ટિલિયા ૬૦૦૦ કરોડ રૂપિયામાં બનાવ્યું છે. જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત ૧૨,૦૦૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. આ દુનિયાનું સૌથી મોંઘું ઘર છે.
મુકેશ અંબાણીનાં આ ૨૭ માળનાં ઘરમાં ૫ માળ પાર્કિંગ માટે તૈયાર કરેલ છે અને ઉપરના ૬ માળમાં અંબાણી પરિવાર રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેણે જણાવ્યું છે કે તેને તડકાની આવશ્યકતા હોય છે, તેથી તે ઉપરના ફ્લોર પર રહે છે.
જાણકારી અનુસાર એન્ટિલિયાને કમળના ફૂલ અને સૂર્યના આકાર જેવી ડિઝાઈન આપવામાં આવી છે અને દરેક જગ્યા પર ક્રિસ્ટલ માર્બલની મદદથી મધર ઓફ પર્લનું મદદ લેવામાં આવી છે.
૧૭૦ ગાડીઓનું ગેરેજ
અંબાણીનું ઘર કેટલું મોંઘુ છે તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે તેમના ઘરમાં ૧૭૦ ગાડી ઊભી રહી શકે તેવું ગેરેજ છે.
ખુબ જ કીમતી અને આકર્ષક ઘરની એક ખાસિયત એ પણ છે કે ૮ રિએક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ પણ તે સહન કરી શકે છે. રિલાયન્સ પ્રમુખનાં આ ઘરમાં એક આઈસ્ક્રીમ પાર્લર અને ત્રણ હેલિપેડ પણ છે.
૬૦૦ નોકરોનો સ્ટાફ
૨૭ માળનાં આ સુંદર ઘરમાં દેખભાળ માટે અંબાણીએ ૬૦૦ નોકર રાખ્યા છે. તેમજ ડ્રાઈવર, માળી, રસોઈ બનાવનાર વગેરે બધા જ ઉપસ્થિત છે. રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે અંબાણી પોતાના ડ્રાઈવરને ૨ લાખ રૂપિયા પગાર આપે છે અને અન્ય નોકરોને પણ તેમના કામ પ્રમાણે સારા પૈસા આપે છે.