Alert! પ્લે સ્ટોર પર આ 21 ગેમિંગ Appsને લઈ ચેતવણી જાહેર, તાત્કાલિક કરો ડિલીટ

સાઇબર સિક્યુરિટી ફર્મ Avastએ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ 21 એડવેર ગેમિંગ એપ્સને લઈ ચેતવણી જાહેર કરી છે.

ગેમિંગ એપ્સ (Gaming Apps)નો શોખ ધરાવતા યૂઝર્સ સતર્ક થઈ જાઓ. સાઇબર સિક્યુરિટી ફર્મ (Cyber security firm) Avastએ ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઉપલબ્ધ 21 એડવેર ગેમિંગ એપ્સને લઈ ચેતવણી જાહેર કરી છે. સાઇબર સિક્યુરિટી કંપની મુજબ, આ 21 એપ્સ હિડન ફેમિલી ટ્રોઝન નો હિસ્સો છે. કંપનીનું કહેવું છે કે હાલના સમયમાં Google હજુ પણ એડવેર ગેમિંગ એપ્સની તપાસ કરી રહી છે. સેન્સર ટાવરને આપેલા ડેટામં કહેવામાં આવ્યું છે કે આ 21 એપને એપ સ્ટોરથી કુલ 80 લાખ ડાઉનલોડ કરવામાં આવી છે.

Avastનો દાવો છે કે તેમાંથી અનેક એડવેર ગેમિંગ એપ્સનું પ્રમોશનલ કન્ટેન્ટ YouTube અને બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી હતી. ગૂગલ પ્લે સ્ટોરથી તેને ડાઉનલોડ કર્યા બાદ તે આ ચીજોને નથી દર્શાવતી, જેને તે પ્રમોટ કરી રહી હોય છે, પરંતુ એવું ચોક્કસ થાય છે કે તે યૂઝર્સના ફોનને નકામી વિજ્ઞાપનથી ભરે દે છે.

અહીં ચેક કરો સમગ્ર યાદી…
1. Shoot Them
2. Crush Car
3. Rolling Scroll
4. Helicopter Attack – NEW
5. Assassin Legend – 2020 NEW
6. Helicopter Shoot
7. Rugby Pass
8. Flying Skateboard
9. Iron it
10. Shooting Run
11. Plant Monster
12. Find Hidden
13. Find 5 Differences – 2020 NEW
14. Rotate Shape
15. Jump Jump
16. Find the Differences – Puzzle Game
17. Sway Man
18. Desert Against
19. Money Destroyer
20. Cream Trip – NEW
21. Props Rescue

જોકે તેની પર ડેટા ચોરીનો આરોપ નથી લાગ્યો. આ 21 એપ્સને 8 મિલિયનથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. આ એપ્સને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની એડવેરમાં બાકી મેલવેરથી ઓછી ખતરનાક મેલિશિયસ કોડની સાથે આવે છે.

 

Total
0
Shares
Leave a Reply
Previous Article

ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

Next Article

Battlegrounds Mobile India: PUBGના ઇન્ડિયન વર્ઝને મચાવી ધૂમ, એક કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

Related Posts
Read More

Battlegrounds Mobile India: PUBGના ઇન્ડિયન વર્ઝને મચાવી ધૂમ, એક કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

પબજી મોબાઈલ ઇન્ડિયાના (PUBG Mobile India) ઇન્ડિયન વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) ગેમને ભારતમાં જુલાઈમાં ઓફિશિયલી…
Total
0
Share