Apple iPhone 13: દમદાર ફીચર્સની સાથે એપલ આઇફોન-13 અને વૉચ સીરીઝ-7 લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

Apple iPhone 13 Event Updates: આઇફોન-13ની સાથોસાથ એપલે નવું 9th Gen iPad પણ લૉન્ચ કર્યું, જાણો તમામ ફીચર્સ અને કિંમત

એપલે (Apple) એક વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં (Apple Event 2021) મંગળવારે આઇફોન-13ને (Apple iPhone 13) લૉન્ચ કરી દીધો છે. આ ઇવેન્ટમાં આઇફોન-13 ઉપરાંત, એપલ વૉચ સીરીઝ 7ને (Apple Watch Series-7) પણ લૉન્ચ કરવામાં આવી છે. લૉન્ચિંગના પહેલા જ ફોન વિશે અનેક જાણકારી સામે આવી ગઈ હતી. આઇફોન-13 (iPhone 13) નવા ફીચર્સ અને નવી ચિપની સાથે લૉન્ચ (iPhone 13 Launched) કરવામાં આવ્યો છે. કંપનીએ આઇ-ફોન 13ની (iPhone 13) સાથે આઇફોન-પ્રોને (iPhone 13 Pro) પણ લૉન્ચ કરી દીધો છે. આ ઉપરાંત આઇફોન-13 મિનીને (iPhone 13 Mini) પણ લૉન્ચ કરવામાં આવ્યો છે.

આઇફોન-13 મિનીની (iPhone 13 Mini) કિંમત 699 ડૉલરથી શરૂ થશે. જ્યારે આઇફોન-13ની (iPhone 13) કિંમત 799 ડૉલરથી શરૂ થશે. આઇફોન-13 પ્રોની (iPhone 13 Pro) કિંમત 999 ડૉલરથી શરૂ થશે. આઇફોન-13 પ્રો મેક્સ (iPhone 13 Pro Max) 1099 ડૉલરથી શરૂ થશે. આઇફોનમાં નવું પ્રોસેસર A15 Bionic આપવામાં આવ્યું છે.

એપલ ઇવેન્ટમાં એપલ વૉચ સીરીઝ-7ને (Apple Watch Series-7) લૉન્ચ કરવામાં આવી છે. સીરીઝ-7માં અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તે અનેક કલર્સમાં ઉપલબ્ધ હશે. આ વખતે લૉન્ચ થયેલી વૉચમાં ફિટનેસને (Fitness) લઈને વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સીરીઝ-7 વૉચ 399 ડૉલરમાં ઉપલબ્ધ છે.

એપલે એક નવું આઇપેડ (Apple New iPad Launched) પણ લૉન્ચ કર્યું છે. તેમાં A13 BIONIC પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે અગાઉના આઇપેડની તુલનામાં ઘણું ફાસ્ટ છે. એપલે નવા અઇપેડ મિની (Apple New iPad Mini) પણ લૉન્ચ કર્યું છે. નવા આઇપેડમાં 5G સપોર્ટ આપવામાં આવ્યો છે. તેની સાથે કંપનીએ ન્યૂ જનરેશન એપલ પેન્સિલ વિશે પણ જાણકારી આપી છે.

Iphone 13 Series ફીચર્સ અને સ્પેસિફીકેશન

iPhone 13માં કંપની 6.1 ઇંચનો ડિસ્પ્લે ઓફર કરી રહી છે. બીજી તરફ, આઇફોન-13 મિનીમાં 5.4 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને સ્માર્ટફોનની ડિસ્પ્લે OLED પેનલવાળી છે. ફોનની બોડી એલ્યુમિનિયમની છે, જે તેના લુકને ખૂબ ખાસ બનાવે છે. સ્માર્ટફોન્સને કંપનીએ 128 GB, 256 GB અને 512 GB વેરિયન્ટમાં લૉન્ચ કર્યા છે.

પ્રોસેસરની વાત કરીએ તો તેમાં એપલના લેટેસ્ટ A15 બાયોનિક ચિપસેટ ઓફર કરવામાં આવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે આઇફોન-13માં કોઈ પણ સ્માર્ટફોનમાં મળનારું સૌથી તેજ CPU આપવામાં આવ્યું છે. આઇફોન-13 અને આઇફોન-13 મિનીમાં આપને આઇફોન-13ની તુલનામાં થોડો સ્લિમ ફેસ આઇડી નોચ જોવા મળશે.

Total
0
Shares
Previous Article

ગુજરાતમાં આગામી ચાર દિવસ છે ભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં Red Alert

Next Article

JioBook Laptop: રિલાયન્સ JioPhone બાદ લોન્ચ કરશે સસ્તું લેપટોપ, કેવાં હશે ફીચર્સ

Related Posts
Read More

ટાટા મોટર્સે માઈક્રો SUV TATA Punchની લોન્ચિંગ તારીખ કરી જાહેર, જાણો તમામ વિગત

ટાટા પંચમાં 1.2 લીટરના બે એન્જિન આપવામાં આવશે. હાઈપર વેરિએન્ટ 1.2 લીટરનું ટર્બો ચાર્જ્ડ એન્જિન આવી શકે છે.…
Read More

WhatsApp લાવશે દમદાર ફીચર, હવે તમારી જાતે જ બનાવી શકશો ગ્રુપ આઈકોન

મેસેજીંગ એપ વ્હોટ્સએપ (WhatsApp)સમયાંતરે પોતાના યુઝર્સ માટે અવનવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હાલ અહેવાલો છે કે વ્હોટ્સએપમાં…
Total
0
Share