પબજી મોબાઈલ ઇન્ડિયાના (PUBG Mobile India) ઇન્ડિયન વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) ગેમને ભારતમાં જુલાઈમાં ઓફિશિયલી લૉન્ચ કરી દીધી છે. મહત્વનું છે કે, આ ગેમે ડાઉનલોડીંગના તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર 10 મિલિયન એટલે કે એક કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે.
આ ગેમને રમવા માટે યુઝર્સે તેના અર્લી એપને ડાઉનલોડ કરવાની હોય છે. ઉલ્લેખનીય છે કે, બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાને પબજી મોબાઈલની જેમ જ કેટલાક ચેન્જ સાથે લોન્ચ કરવામાં આવી છે. જો તમે પબજીના ફેન છો, તો બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા તેની કમી પૂરી કરી દેશે.
આવી રીતે ડાઉનલોડ કરો ગેમ
– Krafton દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલી Google Play લિંક ખોલો. યુઝર્સ પોતાના એન્ડ્રોઇડ ફોનના માધ્યમથી આ લિંક સુધી પહોંચી શકે છે.
– ત્યાર બાદ બેતાલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાને ડાઉનલોડ કરવા ઇન્વાઇટ સ્વીકારો કરો.
– જો તમે પહેલાથી જ ગેમને પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ કરી લીધી છે અથવા Google Play દ્વારા ગેમ ડાઉનલોડ કરીને ઇન્વિટેશન સ્વીકાર્યા બાદ યુઝર્સ સીધા જ ગેમમાં લોગઈન કરી શકે છે.
ગેમ ડાઉનલોડ થઇ ગયા બાદ યુઝર્સને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ જેમ કે ફેસબુક અથવા ટ્વીટર એકાઉન્ટ દ્વારા ગેમમાં લોગ-ઈન કરવાનું કહેવામાં આવશે. મહત્વનું છે કે યુઝરે એ જ એકાઉન્ટથી લોગ-ઈન કરવું જોઈએ જેનો ઉપયોગ તેમણે પબજીમાં ગેમ સ્ટોરમાં શોપિંગ અથવા ઇન્વેન્ટરી મેળવવા ઉપયોગમાં લીધું હતું.
– બેતાલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા માટે પ્રિ-રજીસ્ટ્રેશન 18 મેના રોજ શરુ થઇ ગયું હતું.