BMWને રજૂ કરી ઇલેક્ટ્રોનિક બાઇક, સિંગલ ચાર્જમાં દોડશે 90ં KM, જાણો બીજી વિગતો પણ

BMW CE 02 ઇલેક્ટ્રિક બાઇકમાં 11kW ક્ષમતાની મોટર આપવામાં આવી જે જેને કારણે તે એક વખતનાં ચાર્જિંગમાં 90Kmph (કિમી પ્રતિ કલાક)ની ટોપ સ્પિડ પકડી શકે છે.

લક્ઝુરિયસ વ્હીકલ્સ માટે પ્રખ્યાત કંપની BMWએ એક નવું ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicle) લોન્ચ કર્યું છે. આ વખતે તે કોઇ કાર નથી પણ એક ટૂ વ્હીલર છે. (Electric Two Wheeler). BMW CE 02 નામથી આ બાઇક લોન્ચ કરવામાં આવી છે. આ મિની ઇલેક્ટ્રોનિક બાઇક છે. જે દેખાવે એકદમ લક્ઝુરિયસ છે. તેની ડિઝાઇન ઘણી જ શાનદાર છે. કંપનીએ આ જર્મનીમાં રજૂ કરી છે. આ BMW તરફથી રજૂ કરવામાં આવેલી કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક બાઇક નથી. આ પહેલાં કંપનીએ CE 04 માર્કેટમાં શેર કરી હતી. પણ આ ઇલેક્ટ્રિક બાઇકનું પ્રોડક્શન હાલમાં શરૂ થયુ નથી. CE 02 ઇલેક્ટ્રોનિક બાઇક 90 કિલોમિટર પ્રતિ કલાકની ટોપ સ્પિડ સુધી પહોંચવામાં સક્ષમ છે.

BMWએ આ મહિનાની શરૂઆતમાં BMW CE 02 કોન્સેપ્ટ મિની-બાઇકને તેમનાં લોકલ માર્કેટમાં રજૂ કર્યું છે. આ મિની ઇલેક્ટ્રિક બાઇક દેખાવે ગણી જ સરળ છે. પણ સાથે જ ઘણી આધુનિક પણ છે. ફ્રન્ટમાં ચાર નાની રાઉન્ડ એલઇડી લાઇટ લાગેલી છે. જેની ઉપર (હેન્ડલ બારની વચ્ચે) એક નાનું સર્કુલર ડિજિટલ ડિસ્પ્લે સેટ કરવામાં આવ્યું છે. જે રાઇડરને જરૂરી માહિતી બતાવે છે. ફ્રન્ટોકે આ સ્માર્ટ ડિસ્પ્લે નથી. જેનો અર્થ છે કે, BMWએ તેમાં મોબાઇલ કનેક્ટિવિટી ફિચર નથી આપ્યું.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો, BMW CE 02 ઇલેક્ટ્રોનિક બાઇકમાં 11kW ક્ષમતાની મોટર આપવામાં આવી જે જેને કારણે તે એક વખતનાં ચાર્જિંગમાં 90Kmph (કિમી પ્રતિ કલાક)ની ટોપ સ્પિડ પકડી શકે છે. કંપનીએ બેટરી મામલે કોઇ જ ખાસ જાણકારી શેર કરી નથી. રેન્જ અંગે જણાવવામાં આવ્યું છે કે, બાઇક સિંગલ ચાર્જમાં 90 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

હાલમાં, બાઇકનું પ્રોડક્શન અંગે કોઇજ પ્રકારની જાણકારી શેર કરવામાં આવી નથી. જોકે, સંભાવના છે કે, કંપની ભવિષ્યમાં તેને ઓન રોડ મુકશે. નિશ્ચિત રીતે આ બાઇક યુવાનોમાં પહેલી પસંદ રહેશે. આ ડિઝાઇન ઇલેક્ટ્રોનિક સ્કૂટર અને બાઇકની વચ્ચે સેટ થાય છે જે ઘણું જ આધુનિક છે. હજુ બાઇકનો ભાવ નક્કી કરવામાં આવ્યો નથી. પણ તેનાં સ્પિશિફિકેશન અને બ્રાન્ડને ધ્યાનમાં રાખીને જોઇએ તો, આ બાઇકનો ભાવ ભારતીય ઓટો વર્લ્ડમાં લાખો રૂપિયા હોવાની સંભાવના છે.

Total
0
Shares
Previous Article

મધરાતે જેલમાં લાગી આગ, 40 કેદીઓ આગમાં જીવતા ભૂંજાઈ ગયા, અનેક ગંભીર રીતે ઘાયલ

Next Article

રિલાયન્સ જિયોનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે થઈ રહ્યો છે લોન્ચ, આવા છે ફીચર

Related Posts
Read More

JioBook Laptop: રિલાયન્સ JioPhone બાદ લોન્ચ કરશે સસ્તું લેપટોપ, કેવાં હશે ફીચર્સ

JioBook Laptop: હાલમાં જ જીયોએ ગૂગલ(Google) સાથે પાર્ટનરશિપમાં જીયોફોન નેક્સ્ટ(JioPhone Next) નામથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો.…
Read More

Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી…
Total
0
Share