Electric Highway: આવી રીતે કામ કરશે દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે, જાણો શું હશે ખાસ?

Electric Highway from Delhi to Jaipur: ભારત હવે ધીમે-ધીમે ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યું છે. સરકાર હવે ઈલેક્ટ્રિક વાહનો (Electric vehicles) ને જોર આપી રહી છે અને તેને આગળ વધારવા માટે સારો એવો ખર્ચ પણ કરી રહી છે.

Electric Highway from Delhi to Jaipur: ભારત હવે ધીમે-ધીમે ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યું છે. સરકાર હવે ઈલેક્ટ્રિક વાહનો (Electric vehicles) ને જોર આપી રહી છે અને તેને આગળ વધારવા માટે સારો એવો ખર્ચ પણ કરી રહી છે. આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની બોલબાલા હશે તે વાત સરકાર પણ સારી રીતે સમજે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ બે દિવસ પહેલા શુક્રવારે કહ્યું હતું કે, તેમનું મંત્રાલય દિલ્હીથી જયપુર (Delhi to Jaipur) સુધી ઈલેક્ટ્રીક હાઇવે (Electric Highway) બનાવવા માટે એક વિદેશી કંપની સાથે વાતચીત કરી રહ્યું છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનું સપનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાનું મારુ સપનું છે. આ હજુ પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે. આ અંગે અમે એક વિદેશી કંપની સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (Delhi-Mumbai Expressway)ની પ્રગતિની સમીક્ષા કરતી વખતે ગડકરીએ જણાવ્યું કે, બસો અને ટ્રક પણ ઈલેક્ટ્રિક રેલવે એન્જિનની જેમ વિજળી પર ચાલશે. તેમણે કહ્યું કે પરિવહન મંત્રી તરીકે તેમણે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે.

બસ, ટ્રક અને રેલવે એન્જિન પણ વીજળી પર ચાલશે

દુનિયાભરના દેશો તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાનો વિકલ્પ અપનાવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનો ઉપરાંત, બસ, ટ્રક અને રેલવે એન્જિન પણ વીજળી પર ચલાવી શકાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈલેક્ટ્રિક હાઇવે શરૂ થયા બાદ મુસાફરોની મુસાફરી 4-5 કલાક ઘટી જશે.

ઈલેક્ટ્રિક હાઇવે શરૂ થયા બાદ ટ્રક અને બસો વીજળી પર ચાલશે. આ હાઇવે પર ટ્રક અને બસો મેટ્રોની જેમ ઉપર લગાવેલા ઈલેક્ટ્રિક વાયરથી ચાલશે. આ પ્રોજેક્ટને ખાસ કરીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

કેન્દ્ર મંત્રીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની સમીક્ષા કરી

નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની સમીક્ષા કરી કે જે રાષ્ટ્રીય રાજધાની અને આર્થિક રાજધાની વચ્ચેનો માર્ગ 24 કલાકનો છે, તે 12 કલાકમાં પૂર્ણ કરવાની અપેક્ષા છે. આ 8 લેનનો એક્સપ્રેસ વે છે જે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થશે.

કેન્દ્ર સરકાર દર મહિને ટોલ દ્વારા કમાણી કરશે

નીતિન ગડકરીએ PTIને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, “દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે શરૂ થયા બાદ કેન્દ્ર સરકાર દર મહિને ટોલ આવક દ્વારા 1,000થી 1,500 કરોડ રૂપિયાની કમાણી કરશે.” વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ વર્ષ 2023 સુધીમાં ચાલુ થઇ શકે છે.

Total
0
Shares
Previous Article

WhatsApp લાવશે દમદાર ફીચર, હવે તમારી જાતે જ બનાવી શકશો ગ્રુપ આઈકોન

Next Article

નેપાળમાં યોજાયેલી સ્પર્ધામાં દ્વારકાની કૃપાએ જીત્યો ગોલ્ડ મેડલ, 1500 મીટરની દોડ 5.13 મિનિટમાં પૂરી કરી

Related Posts
Total
0
Share