Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

મુકેશ અંબાણી 92.7 બિલિયન નેટ વર્થ સાથે શિખર પર, બીજા સ્થાને ગૌતમ અદાણી, જાણો સમગ્ર યાદી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) 92.7 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ભારતના 10 સૌથી અમીર અબજપતિઓની ફોર્બ્સની યાદીમાં સૌથી ઉપર છે. મુકેશ અંબાણી સતત 14મા વર્ષેથી ભારતના સૌથી અમીર હસ્તીઓની યાદીમાં શિખર પર રહ્યા છે. ત્યારબાદ અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણી છે તેમની નેથ વર્થ 74.8 બિલિયન ડૉલર છે. સાવિત્રી જિંદાલએ (Savitri Jindal) ટોપ 10ની યાદીમાં 18 બિલિયન નેથ વર્થ સાથે ફરીથી સ્થાન મેળવ્યું છે. ચાર ફાર્મા બિલિયોનેરની સંપત્તિમાં ધોવાણ પણ થયું છે. ભારતના 100 અમીર હસ્તીઓની કુલ સંપત્તિ હવે 775 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ, ભારત કોવિડ-19ની બીજી લહેરના (Covid-19 Second Wave) કારમા કહેરમાંથી બહાર આવી ગયો છે જેના કારણે રોકાણકારો (Investor) દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઇકોનોમી (Sixth largest economy) પર ફરીથી ભરોસો મૂકી રહ્યા છે. શેર માર્કેટમાં (Stock Market) જોવા મળી રહેલી તેજીની વચ્ચે ભારતના સૌથી ધનાઢ્ય 100 હસ્તીઓની (Forbes list of India’s 100 Richest) સંયુક્ત સંપત્તિ 775 બિલિયન અમેરિકન ડૉલરે પહોંચી છે. નોંધનીય છે કે, છેલ્લા 12 મહિનામાં ધનાઢ્ય હસ્તીઓની સંપત્તિમાં 50 ટકા એટલે કે 257 બિલિયન ડૉલરનો વધારો નોંધાયો છે.

મુકેશ અંબાણી 2008થી સતત શિખર પર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) દેશના સૌથી અમીર વ્યક્તિના સ્થાન (Richest Indian) પર બરકરાર છે. ફોર્બ્સની વર્ષ 2021 (Forbes India Rich List 2021) માટે ભારતના 10 સૌથી અમીર અબજપતિઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મુકેશ અંબાણી પહેલા સ્થાન પર છે. મુકેશ અંબાણીની નેટ વર્થ 92.7 બિલિયન ડૉલર છે. મુકેશ અંબાણી ગેસ, ઓઇલની સાથે ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં પણ છે. નોંધનીય છે કે, મુકેશ અંબાણી વર્ષ 2008થી ભારતના સૌથી અમીર વ્યક્તિના સ્થાન પર બરકરાર છે.

Forbes India Rich List 2021

રેન્ક નામ કંપની નેથ વર્થ(બિલિયન ડૉલરમાં)
1 મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 92.7
2 ગૌતમ અદાણી અદાણી ગ્રુપ 74.8
3 શિવ નાદર એચસીએલ ટેક્નોલોજી 31
4 રાધાકૃષ્ણ દમાણી એવન્યૂ સુપરમાર્કેટ 29.4
5 સાયરસ પૂનાવાલા સિરમ ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ ઈન્ડિયા 19
6 લક્ષ્મી મિત્તલ આર્સેલરમિત્તલ 18.8
7 સાવિત્રી જિંદલ ઓ પી જિંદાલ ગ્રુપ 18
8 ઉદય કોટક કોટક મહિન્દ્રા બેંક 16.5
9 પલોનજી મિસ્ત્રી શપૂરજી પલોનજી ગ્રુપ 16.4
10 કુમાર બિરલા આદિત્ય બિરલા ગ્રુપ 15.8

ભારતીય ઉદ્યોગપતિઓની સંપત્તિમાં જોવા મળ્યો જોરદાર ઉછાળો

ગૌતમ અદાણી (Gautam Adani India’s Second Richest) આ યાદીમાં બીજા સ્થાન પર છે. અદાણીની નેટ વર્થ 74.8 બિલિયન ડૉલર છે. ગૌતમ અદાણી (Gautam Adani) સતત ત્રીજા વર્ષે બીજા સ્થાન પર બરકરાર છે. તેમની સંપત્તિમાં પણ ત્રણ ગણો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્રીજા સ્થાન પર 31 બિલિયન ડૉલરની નેથ વર્થ સાથે શિવ નાદર (Shiv Nadar) છે જેઓ સોફ્ટવેર જાયન્ટ કંપની એચસીએલ ટેક્નોલોજીના (HCL Technology) ફાઉન્ડર છે. શિવ નાદરની નેટ વર્થમાં 10.6 બિલિયન ડૉલરનો ઉછાળો જોવા મળ્યો છે અને તેમની કુલ નેટ વર્થ 31 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

ડી-માર્ટ (D Mart) રિટેલ ચેઇનના માલિક રાધાકૃષ્ણ દમાણી (Radhakrishna Damani) ભારતના સૌથી ધનાઢ્ય હસ્તીઓની યાદીમાં ચોથા સ્થાન પર છે. દમાણીની સંપત્તિ 15.4 બિલિયન ડૉલરથી બમણી થઈને 29.4 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે.

Total
0
Shares
Previous Article

રામાયણ સિરિયલમાં 'રાવણ'નું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

Next Article

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

Related Posts
Read More

ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ…
Read More

વડોદરા : Vaccine વાળા ગણેશજીના આશીર્વાદથી ભાગશે Corona, મૂર્તિકારે કર્યુ અનોખું સર્જન

કોરોનાકાળ દરમિયાન લોકોમાં જાગૃતતા લાવવા માટે વડોદરા શહેરના મૂર્તિકારે વેક્સિનેશન થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી. એમ પણ કહેવામાં…
Read More

નવસારીમાં રેલવે ટ્રેક પર લોખંડની એંગલો મૂકી ટ્રેન ઉથલાવાનું કાવતરૂં, માલગાડીના ડ્રાઇવરે મોટો અકસ્માત અટકાવ્યો

ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી તરફ આવતા રેલવે ટ્રેક ઉપર કોઈ કે લોખંડની એંગલો મૂકી હતી જો માલગાડીના ડ્રાઇવરની…
Total
0
Share