Gold For India : નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો, ભારતને એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ

Neeraj Chopra wins Gold- . નીરજ ચોપડાએ (Neeraj Chopra)ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો.

ભારતના સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra wins Gold)ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020)ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડા (Neeraj chopra javelin thrower)એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra)ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપડાએ પોતાના બીજા થ્રો માં આ દૂરી તય કરી હતી. નીરજે પ્રથમ થ્રો માં 87.03 સુધી ભાલો ફેંકીને નંબર 1 પર સ્થાન બનાવી લીધું છે. આ પછી તેણે આગામી થ્રો માં પોતાનું પ્રદર્શન વધારે શાનદાર કર્યું હતું. નીરજ ચોપડાએ ટોક્યોમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.

જ્વેલિન થ્રો ફાઇનલમાં કોઇપણ એથ્લેટ નીરજ ચોપડાની આસપાસ પણ પહોંચી શક્યું ન હતું. નીરજ ચોપડા એકમાત્ર ખેલાડી છે જેનો થ્રો 87 મીટરથી ઉપર રહ્યો હતો. ચેર રિપબ્લિકનો જાકુબ વેડેલીચ 86.67 મીટર સાથે બીજા અને વિતેસ્લાવ વેસલી 85.44 મીટરની દૂરી સાથે ત્રીજા નંબરે રહ્યો હતો.

ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ

નીરજ ચોપડા ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો બીજો ખેલાડી છે. આ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ બીજિંગ ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપડાએ આ સિદ્ધિ મેળવી છે. નીરજ ચોપડાએ ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક્સ મેડલ જીતવાનો 100 વર્ષથી પણ વધારે સમયનો ઇન્તજાર ખતમ કર્યો છે. નીરજે ગોલ્ડ મેડલ જીત્યા પછી તિરંગો લઇને આખા મેદાનમાં ચક્કર લગાવ્યા હતા.

નીરજને ઓલિમ્પિકમાં પહેલા જ ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો અને આ અપેક્ષા ઉપર ખરો પણ ઉતર્યો છે. ભારતે પ્રથમ વખથ એન્ટવર્પ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો પણ રિયો 2016 સુધી કોઇ એથ્લેટ મેડલ જીતી શક્યો ન હતો. દિગ્ગજ મિલ્ખા સિંહ 1960માં અને પીટી ઉષા 1984માં સહેજ અંતરથી ચૂકી ગયા હતા.

આ પહેલા ભારતનાં સ્ટાર રેસલર બજરંગ પૂનિયા (Bajrang Punia)એ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 65 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનનાં દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ સૌથી વધુ સફળ રહેલા 2012 લંડન ઓલિમ્પિકના મેડલનો (6 મેડલ )રેકોર્ડ તોડી નાખ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને સાતમો મેડલ મળ્યો છે.

Total
0
Shares
Previous Article

આ છે ઇન્ડિયાની પહેલી ઇલેક્ટ્રીક સુપરકાર, ફૂલ ચાર્જમાં દોડશે 700km

Next Article

શ્રાવણનાં પહેલા સોમવારે કરો સોમનાથ દાદાનાં દર્શન, થઇ જશો ભાવવિભોર

Related Posts
Read More

બોક્સર લવલીના બોરગોહેનનું ગોલ્ડનું સપનું તૂટ્યું, બ્રોન્ઝ મેડલથી માનવો પડ્યો સંતોષ

Tokyo Olympics: Boxing: લવલીના બોરગોહન મહિલા બોક્સિંગ સેમીફાઇનલમાં તુર્કીની હાલની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાલ સુરમેનેલી સામે મેચ 0-5થી હારી…
Read More

Paralympics 2021: ગુજરાતી ખેલાડી ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિકસમાં ફાઈનલમાં કર્યો પ્રવેશ

Tokyo Paralympics 2021: અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. ભાવિના…
Read More

125 વર્ષમાં પહેલી વાર ભારતની ત્રણ મહિલા ખેલાડીઓ જીતી ઓલિમ્પિક મેડલ

મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અગાઉ મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો,…
Total
0
Share