Google Pixel 6 અને 6 proના લૉંચની તારીખ જાહેર, કેમેરા પર રહેશે ફોકસ

Google Pixel 6 Launch Date: ગૂગલના મહત્વાકાંક્ષી Pixel 6 સિરીઝના લૉંચ માટેની સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 19 ઓક્ટોબરના રોજ રાત્રે 10:30 કલાકે વર્ચ્યુઅલ ઈવેન્ટમાં Pixel 6 સિરીઝ પરથી પડદો ઊંચકાશે.

આ બાબતે કંપનીએ કરેલી જાહેરાતમાં જણાવાયું છે કે, 19 ઓક્ટોબરના રોજ અમે સત્તાવાર રીતે Pixel 6 અને Pixel 6 pro લૉંચ કરીશું. આ ફોન સંપૂર્ણપણે નવા ગૂગલ સ્માર્ટફોન (Google smartphone) હશે. જે ગૂગલની પ્રથમ કસ્ટમ મોબાઇલ ચિપ ટેન્સર દ્વારા સંચાલિત હશે. આ ફોન ઝડપી, સ્માર્ટ અને સુરક્ષિત છે.

આમ તો ગૂગલ Pixel દર વર્ષે બજારમાં મૂકાય છે. પરંતુ આ વર્ષે ગૂગલના Pixel 6 અને Pixel 6 proમાં ગૂગલના ઈન-હાઉસ ટેન્સર ચિપસેટ હોવાથી હાઇપ વધુ છે. જોકે, Pixel 6 અને Pixel 6 PRO અંગે વધુ જાણકારી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, ગૂગલે સૌ પ્રથમ ઓગસ્ટમાં Pixel 6 અને Pixel 6 Proની સત્તાવાર જાહેરાત કરી હતી. જ્યાં કંપનીએ Pixel 6 સ્માર્ટફોન કંપનીના ઈન-હાઉસ ટેન્સર ચિપસેટ સાથે આવશે તેવું કહ્યું હતું. આ ચિપ Pixelના કેમેરા અને AI ક્ષમતાઓને વધુ ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરશે, તેવો દાવો કરવામાં આવ્યો હતો.

Pixel 6 Proનો કેમેરા

Pixel 6 Pro ટ્રિપલ રિયર કેમેરા સાથે આવશે. અહેવાલો મુજબ Pixel 6 Proના કેમેરા દમદાર હશે. તેમાં ટ્રિપલ રિયર કેમેરામાં 50 MPનું સેમસંગ GN1 શૂટર, 12 MPનું IMX386 અલ્ટ્રા-વાઇડ એંગલ શૂટર અને 48 MPનું IMX586 4X ઝૂમ ટેલિફોટો શૂટર મળશે. જ્યારે આગળની તરફ 12 MPનો સોની IMX663 કેમેરો હશે.

Pixel 6ના કેમેરા

Pixel 6ના UI પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. Pixel 6 વેનીલા ડ્યુલ કેમેરા સેટઅપ સાથે આવશે. Pixel 6માં પિક્સેલ 6 Pro જેવા જ પ્રાઇમરી અને અલ્ટ્રા-વાઇડ કેમેરા મળશે. પરંતુ 4X ઝૂમ ટેલિફોટો શૂટર નહીં હોય. આગળની તરફ 8 MPનો કેમેરો હશે.

Pixel 6માં 90Hzના રિફ્રેશ રેટ સાથે 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ (FHD+) એમોલેડ ડિસ્પ્લે મળશે. બીજી તરફ Pixel 6 Proમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની ક્યુએચડી પ્લસ (QHD+) એમોલેડ ડિસ્પ્લે મળશે. બંને સ્માર્ટફોન પંચ-હોલ ડિસ્પ્લે ડિઝાઇન અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે.

ગૂગલ સર્ચમાં (Google Search) અસંખ્ય નવી સુવિધાઓના પ્રારંભ સાથે ક્લાઈમેટ ચેન્જનો (Climate Change) સામનો કરવા ગૂગલ LLC પ્રયાસો કરી રહ્યું છે. ગૂગલ કાર્બન ફૂટપ્રિન્ટને (Carbon Footprint) ઘટાડવા, સ્વચ્છ ઊર્જાને ટેકો આપવા અથવા ઇકો-ફ્રેન્ડલી (Eco-Friendly) ગતિવિધિઓ માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં બ્લોગ પોસ્ટમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈએ (Sundar Pichai) ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા તાત્કાલિક અને ઉકેલોની જરૂરિયાત વિશે વાત કરી હતી. જેના અનુસંધાને ગૂગલ દ્વારા નવું ફીચર (Google New Feature) વિકસાવવામાં આવ્યું છે. જેમાં ઓછું પ્રદુષણ ફેલાવતી ફલાઇટ અંગે જાણકારી આપવામાં આવશે. આવી ફ્લાઈટનો ઉપયોગ કરીને યૂઝર પ્રદુષણ ઓછું ફેલાવવામાં મદદ કરશે.
Total
0
Shares
Previous Article

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

Related Posts
Read More

નોન પ્રિમિયમ યુઝર્સ માટે પિક્ચર્સ – ઇન-પિક્ચર્સ મોડ લાવી રહ્યું છે યુ-ટ્યુબ

મોબાઇલ યુગમાં ક્રાંતિકારી પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. વોટસએપ હોય કે ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવાં સોશિયલ મીડિયા એપ…
Read More

ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

આવો જાણીએ એ 43 સ્માર્ટફોન વિશે જેની પર પહેલી નવેમ્બરથી WhatsApp નહીં ચાલે પોપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ…
Read More

હવે Whatsapp પર મળી જશે કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ, આ રીતે જાણો સંપૂર્ણ પ્રોસેસ

Corona Vaccination Certificate on What’s app:હવે તમને રસીકરણ પ્રમાણપત્ર માટે કોઈ સમસ્યા નહીં થાય. હવે તમે સેકન્ડમાં વોટ્સએપ…
Total
0
Share