Healthy Life માટે શાકાહારી આહારનું સેવન કરવું શા માટે હિતાવહ છે? અહીં જાણો કારણો

શાકાહારી ભોજનથી સાઈડ ઈફેક્ટની સંભાવના ખૂબ જ ઓછી રહે છે અને બીમારીઓ સામે લડવા માટે શક્તિ મળે છે.

ભોજન(Food) અને કપડા (Cloths) માટે વ્યક્તિ જીવ જંતુઓને મારે છે અને તેના પર અત્યાચાર કરે છે. માંસાહારી (Non-Vegetarians) ભોજન માત્ર અમાનવીયતાનું પ્રતીક નથી, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ ખાસ લાભ થતો નથી. સમગ્ર વિશ્વમાં શાકાહારી ભોજન માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હેલ્થલાઈન અનુસાર શાકાહારી ભોજનથી (Health benefits vegetarian Diets) સાઈડ ઈફેક્ટની સંભાવના ખૂબ જ ઓછી રહે છે અને બીમારીઓ સામે લડવા માટે શક્તિ મળે છે. શાકાહારી ભોજનનું સેવન કરકવાથી એન્ટી ઓક્સીડેન્ટ્સનું નિર્માણ થાય છે. જેનાથી શરીર બીમારીઓ સામે લડવા માટે સક્ષમ બને છે. અહીંયા શાકાહારી ભોજન વિશેના ફાયદા જણાવવામાં આવ્યા છે.

વજન ઓછુ કરવામાં સહાયક

ઘણા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, શાકાહારી ભોજન વજન ઓછું કરવામાં સહાયક છે. અમેરિકન ડાઈટિક્સ એસોસિએશન (American Dietetics Association -ADA) અને અમેરિકન હાર્ટ એસોસિએશન (the American Heart Association)એ વજન ઓછું કરવા માટે શાકાહારી ભોજનનું સૂચન કર્યું છે. શાકાહારી ભોજનમાં કેલરી ઓછી હોય છે, આ કારણોસર તે વજન ઓછું કરવામાં સહાયક છે. શાકાહારી ભોજનમાં ફાઈબરની અધિક માત્રા રહેલી છે, જેનાથી શરીરમાં પાચન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે છે.

બ્લડ સુગર અને ટાઈપ ટુ ડાયાબિટીસ નિયંત્રિત રાખે છે

શાકાહારી ભોજનનું સેવન કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ અને લોહીમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. રિસર્ચ અનુસાર માંસાહારી વ્યક્તિઓની તુલનાએ શાકાહારી વ્યક્તિઓમાં ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ 78 ટકા ઓછું હોય છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી બ્લડ શુગરનું પ્રમાણ નિયંત્રિત રહે છે અને ઈન્સ્યુલિન સંતુલિત કરવાનું કામ કરે છે.

હ્રદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી

રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, શાકાહારી ભોજનનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ 75 ટકા સુધી ઓછું થઈ જાય છે. હ્રદયની બિમારીથી મૃત્યુ થવાની સંભાવના 42 ટકા સુધી ઓછી થઈ જાય છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી હ્રદય તંદુરસ્ત રહેતું હોવાનું અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે.

અન્ય ફાયદાઓ

શાકાહારી ભોજનનું સેવન કરવાથી કેન્સર, આર્થરાઈટિસ (Arthritis), કિડની (Kidney function), અલ્ઝાઈમર (Alzheimer’s disease) જેવી બિમારીઓનું જોખમ ઓછું રહે છે. શુદ્ધ શાકાહારી વ્યક્તિઓ માંસ, માછલી, સમુદ્રી જીવ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડાનું સેવન કરતા નથી.

Total
0
Shares
Previous Article

Bajajની આ બાઇક 90 કિમીની માઇલેજ આપે છે, જાણો કિંમત અને ફીચર્સ

Next Article

ધો.10 રિપીટર્સનું પરિણામ Online જાહેર, રાજ્યનું ફક્ત 10.4% પરિણામ, 30,012 વિદ્યાર્થી પાસ

Related Posts
Read More

મોંઘી દવાઓની જગ્યાએ એકવાર અજમાવો આ દેસી ઉપચાર, ગંભીરમાં ગંભીર ગેસ અને એસીડીટીની સમસ્યાથી અપાવશે કાયમ માટે મુક્તિ…

આજકાલના સમયમા એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા મોટા ભાગના લોકોને થાય છે. ખોરાક પચવા માટે હોજરીમાં એસિડ નો…
Total
0
Share