ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઇ હતી. જેમા શ્રીલંકાએ ટોસ જીતી પહેલા ભારતને બેટિંગ કરવાનો આમંત્ર આપ્યો હતો. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 5 વિકેટના નુકસાને 164 રન કરી શ્રીલંકાને જીતવા માટે 165 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ મેચ ભારતે 38 રનથી જીતી લીધી છે. ભારત તરફથી શાનદાર બોલિંગ કરવામાં આવી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગના જોરે શ્રીલંકન ટીમને ઘુટણિયે લાવી દીધી હતી. ભુવનેશ્વર કુમારે શ્રીલંકાની 4 વિકેટ ઝડપી હતી.
પૂરા 20 ઓવર પણ ન રમી શકી શ્રીલંકન ટીમ
ભારતીય બોલરો સામે શ્રીલંકાની ટીમ ખૂબ જ લાચાર દેખાઇ. શ્રીલંકાની આખી ટીમ 20 ઓવર પૂરા પણ ન રમી શકી અને 126 પર તેણે તેની છેલ્લી વિકેટ ગુમાવી. શ્રીલંકા તરફથી ચરિથ અસલંકાએ સૌથી વધુ રન કર્યા. તેણે 26 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 44 રન કર્યા. આ ઉપરાંત અવિશ્કા ફર્નાંદોએ 26 રન કર્યા.
ભારતની ધારદાર બોલિંગ
ભારતીય બોલરોએ વનડે ફોન જાળવીનો રાખ્યો અને શ્રીલંકન ખેલાડીઓને પીચ પર ટકવા ન દીધા. વનડેમાં નિષ્ફળ રહેલા ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર ફરી ફોર્મ પરત ફર્યો છે. તેણે પ્રથમ ટી-20 મેચમાં 3.3 ઓવરમાં 22 રન આપી 4 વિકેટ ઝડપી. આ ઉપરાંત દિપક ચહરે 2 વિકેટ, જ્યારે કૃણાલ પંડ્યા, વરુણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
સુર્યકુમાર યાદવની ફોર્મ યથાવત
ભારતીય બેટ્સમેનો સારા ફોર્મમાં દેખાઇ રહ્યા છે. સુર્યકુમાર યાદવ અને શિખર ધવને તેમની ફોર્મ જાળવી રાખી છે અને ટી-20માં પણ શાનદાર પ્રદર્શન કર્યું. ભારત તરફથી સુર્યકુમાર યાદવે સૌથી વધુ 50 રન કર્યા. તેણે 50 રન કરવા માટે 34 બોલ રમ્યા. તેણે આ દરમિયાન 5 ચોગ્યા અને 2 છગ્ગા ફટકાર્યા. ઉપરાંત કેપ્ટન શિખર ધવને પણ કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 46 રનનો યોગદાન આપ્યો.