સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,667 કેસ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) દેશમાં કોરોના વાયરસના આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરના વાયરસના કુલ 38,667 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખની નીચે આવી છે. શુક્રવારે (13 August) દેશમાં કોરોના વાયરસના કુલ 40,120 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા હતા.
રાજ્યમાં શુક્રવારે નોંધાયા નવા 23 કેસ
રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 23 કેસ નોંધાયા છે. જેની સામે 27 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,078 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યારસુધીમાં 3,91,88,409 લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (CoronaVaccine)આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,97,748 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યવાર સ્થિતિ.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસમાં કેસમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, વડોદરામાં 5, જામનગર, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારીમાં 1-1 સહિત કુલ 23 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 178 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 171 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,14,885 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.