ISRO લોન્ચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામીથી મિશન આંશિક રીતે નિષ્ફળ

ISRO GSLV EOS-03 Satellite Launch: ઈસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણપણે પૂરું નથી થઈ શક્યું.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (Indian Space Research Organization- ISRO)એ પૃથ્વી પર નજર રાખનારા ઉપગ્રહ EOS-03ને ગુરુવાર સવારે લોન્ચ કર્યો છે. જોકે, લોન્ચના થોડા સમય બાદ ઈસરોના અધ્યક્ષ કે. સિવન (K.Sivan)એ જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણપણે પૂરું નથી થઈ શક્યું. સ્પેસફ્લાઇટ નાઉ મુજબ, ઈસરોએ પુષ્ટિ કરી છે કે GSLV MK 2 લોન્ચ આજે ક્રાયોજેનિક સ્ટેજ દરમિયાન પર્ફોમન્સમાં ટેકનીકલ ખામીને કારણે અસફળ રહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017 બાદથી ભારતીય લોન્ચમાં આ પહેલી અસફળતા છે.

ISROએ જણાવ્યું કે, સેટેલાઇટનું પૂરી સફળ 18.39 મિનિટનું હતી પરંતુ અંતિમ સમયે ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામી આવી ગઈ. તેને કારણે ISRPને આંકડા મળવાનું બંધ થઈ ગયું. ISRO ચીફને જાણકારી આપ્યા બાદ જણાવવામાં આવ્યું કે EOS-3 મિશન આંશિક રીતે અસફળ થઈ ગયું છે.

જો ઇસરોનું આ મિશન સફળ થયું હોત તો સવારે લગભગ સાડા દસ વાગ્યાથી તે સેટેલાઇટ ભારતની તસવીરો લેવાનું શરૂ કરી દેતું. આ લોન્ચની સાથે ઇસરોએ પહેલીવાર ત્રણ કામ કર્યા હતા. પહેલું- સવારે પોણા છ વાગ્યે સેટેલાઇટ લોન્ચ કર્યો. બીજું- જિયો ઓર્બિટમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને સ્થાપિત કરવાનો હતો. ત્રીજું- ઓજાઇવ પેલોડ ફેયરિંગ એટલે કે મોટા ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવો.

નોંધનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS)ની મુખ્ય વિશેષતા એ હતી કે તે પસંદગી કરેલા કોઈપણ ક્ષેત્રની વાસ્તવિક સમયની છબિઓ સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની નાની ઘટનાઓને તાત્કાલિક નજર રાખવામાં મદદરૂપ થતું. આ ઉપગ્રહ કૃષિની સાથોસાથ કુદરતી આપત્તિની ચેતવણી, વાદળ ફાટવા કે વાવાઝોડા સહિત વિભિન્ન ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં સક્ષમ હતો.

શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પરીક્ષણ સ્થળથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો. તેને જીએસએલવી એફ-10 દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવાનું આયોજન હતું. ત્યારબાદ ઉપગ્રહ પોતાના ઓન-બોર્ડ પ્રપલ્શન પ્રણાલીનો ઉપયોગ કરીને ભૂસ્થિર કક્ષામાં પહોંચી જવાની હતી.

Total
0
Shares
Previous Article

Maruti Ertigavs ટક્કર આપવા Kia મોટર્સ લાવી રહી MPV, Kia KYનો લુક અને ફીચર્સ હશે શાનદાર

Next Article

Xiaomi Mi Pad 5 અને Mi Pad 5 Pro ટેબ્લેટ થયા લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ અને કિંમત

Related Posts
Read More

PM મોદીએ કેદારનાથ બાદ બદ્રીનાથમાં પૂજા કરી:મોદી હવે માણા પહોંચ્યા, PM આજે રાત્રે વિષ્ણુના ધામમાં રોકાશે

મોદીએ કેદારનાથમાં 20 મિનિટ ભોલેનાથની પૂજા કરી હતી. કેદારનાથમાં હિમાચલી ટોપી અને વિશેષ સફેદ ડ્રેસમાં બાબાનાં દર્શન કર્યા…
Read More

દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું

જીજેઈપીસી (Gems and Jewellery Export Promotion Council) દ્વારા સુરતમાં (Surat) ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું (diamond exhibition-cum-auction centre) ઉદ્‌ઘાટન…
Read More

ગુજરાત માટે આગામી 48 કલાક ભારે! જાણો કયા જિલ્લાઓમાં થશે અતિભારે વરસાદ

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ (rain in Gujarat) જામ્યો છે. દક્ષિણ ગુજરાત…
Read More

હાઇવે પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર સુઈ જતા ટ્રક સાથે ટક્કર થઇ અને 30 લોકોના મોત, 74 ઘાયલ,

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં ૩૦ લોકોનાં મોત થયા હતા અને 74 લોકો ઘાયલ…
Total
0
Share