જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક રેશન ડેપોને નુકસાન થયું છે. અકસ્માતની જાણકારી મળતાની સાથે જ એસડીઆરએફ (SDRF) અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે નેટવર્કના અભાવે લોકો સંપર્ક કરી શકતા નથી.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાના સમાચાર આવ્યા છે.
- બુધવારે સવારે લગભગ 4.20 એ લગભગ વાદળ ફાટ્યું
- વાદળ ફાટવાથી 5 ઘર તેની ઝપેટમાં આવ્યા
- આ ઘટના ડચ્ચનના એ વિસ્તારમાં બની છે જ્યાં રસ્તા નથી
આવી ઘટનાઓમાં 5 લોકો માર્યા ગયા
મળતી જાણકારી મુજબ કિશ્તવાડ જિલ્લામાં હોનજર વિસ્તારમાં આ ઘટના બની છે. બુધવારે સવારે લગભગ 4.20 એ લગભગ વાદળ ફાટવાથી 5 ઘર તેની ઝપેટમાં આવ્યા છે. વાદળ ફાટ્યા બાદ અનેક લોકો ગુમ થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે સેના પુલિસ અને પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. ત્યારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી આવી ઘટનાઓમાં 5 લોકો માર્યા ગયા છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ડચ્ચનના એ વિસ્તારમાં બની છે જ્યાં રસ્તા નથી. આ ઘટનામાં 6-8 ઘરો સહિત 1 રાશન ડેપોને નુકશાન થયું છે. 4 બકરવાલા સહિત 39 લોકો ગુમ છે. આમાં અત્યાર સુધી 5 લાશ મળી છે.
ત્યારે વાદળ ફાટવાથી કિશ્તવાડની આપસાસના વિસ્તારોમાં 4 પુલ વહી ગયા છે. ઘટનામાં અત્યાર સુધી જે લોકોની લાશ મળી છે તેમની ઓળખ સજ્જા બેગમ(65), રકિતા બેગમ (24), એક ખાનાબદોશ, ગુલામ નબી તાંત્રે (42) અને અબ્દુલ મજીદ (42) સામેલ છે.
પોલીસે ટ્વીટ કરી કહ્યું મદદ માટે અહી કોલ કરો
ત્યારે સ્થાનીક પોલીસે ટ્વીટ કરી જાણકારી આપી છે કે કિશ્તવાડમાં ભારે વરસાદને જોતા કોઈ પણ હોનારતની સ્થિતિમાં લોકો એસએસપી કિશ્તવાડ 9419119202, Adl.SP કિશ્તવાડ 9469181254, ડેપ્યૂટી એસપી મુખ્યાલય 9622640198 એસડીપીઓ એથોલી 9858512348ના સંપર્ક કરી શકે છે.